Abtak Media Google News

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વર્ષ 2021ની વિદાયના કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે 31મી ડિસેમ્બરે વર્ષના અંતિમ દિવસની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર પોલીસ કર્મચારીઓએ હાઈવે પર વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

લીબંડીમાં 12 પોઈન્ટ, ધ્રાંગધ્રામાં 11 પોઈન્ટ અને સુરેન્દ્રનગરમાં 12 પોઈન્ટ પર 15 પોલીસ કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. એકત્રીસની રાત્રે અને તે પહેલા પણ રાત્રી દરમિયાન નશાખોરો બહાર આવીને અનેક જગ્યાએ હંગામો મચાવે છે. ભૂતકાળના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પોલીસે આ સમયે આવા પોઈન્ટ નક્કી કર્યા છે જ્યાં નશાખોરો ટૂંક સમયમાં જ પકડાઈ જશે.

જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરથી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં લીંબડીના 12 પોઈન્ટ, સુરેન્દ્રનગરના 12 પોઈન્ટ અને ધ્રાંગધ્રાના 11 પોઈન્ટ મળી આવ્યા છે. 12 કર્મચારીઓ ચેકિંગની કામગીરી કરશે જ્યારે 20 અને 21 ડિસેમ્બરે બ્રેથ એનાલાઈઝર મશીનથી ચેકિંગ કરીને નશાખોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ઉજવણી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે 31મી ડીસેમ્બરને લઇ કોઈ પાર્ટી કે ઉજવણીનુ આયોજન થઈ શકશે નહી તેમ જાણવા મળે છે જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ હાલ સરકાર દ્વારા કોઈ સ્પેશ્યલ ગાઈડ લાઈન નથી એટલે 31મી ડીસેમ્બરની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામા અંગ્રેજી વર્ષના છેલ્લા દિવસ 31મી ડિસેમ્બર નિમિતે પાર્ટીઓ અને ઉજવણીના અનેકિવધ આયોજનો થતા હોય છે વાડી વિસ્તારોમાં મહેફીલો જામતી હોય છે પરંતુ આ વર્ષે કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે અને એમિક્રોનનો ખતરો વધી રહ્યો છે ગુજરાતમા કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે આ સ્થિતીમાં કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ભીડ એકઠી થાય તેવી ઉજવણીઓ ઉપર હાલ પ્રતિબંધ મુકવામા આવેલો છે. તેથી તા.31મી ડીસેમ્બર નિમીતે જિલ્લામાં કયાંય પાર્ટી કે ઉજવણી કરી શકાશે નહી તેમ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.