Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા અનેક વાહનો પકડાય છે. ત્યારે વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી અને પાણશીણા ચોકડી પાસેથી ઝડપાયેલ વાહનોના માલીકો, ડ્રાઇવરો અને કવોરી માલીકો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવતા રેતી, કપચી સહિતના ખનીજની મોટાપાયે ચોરી કરવામાં આવતી હોવાની રાવ ઉઠે છે. ત્યારે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે સંયુકત ઓપરેશન હાથ ધરીને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી બે ટ્રકોને ઝડપી લીધી હતી.

ટ્રકોને હાઇકોર્ટના આદેશ અનુસાર છોડાઇ હતી. પરંતુ વાહન માલીક દ્વારા દંડ ભરવામાં આવતા વઢવાણ પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર સંજયભાઇ લાખણોત્રા દ્વારા ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં ફૂલગ્રામમાં આવેલ રાયકા સ્ટોનના રાજુભાઇ લાલુભાઇ આલ, વાહન માલીક નયનભાઇ ખાંભલા, ડ્રાઇવર રાજુભાઇ દેહાભાઇ જેબલીયા, પરસોત્તમભાઇ લક્ષ્મણભાઇ સાવડા સામે પોલીસ ફરિયાદ થઇ છે. ઉપરાંત અન્ય વાહનના ડ્રાઇવર દિવાનભાઇ કેશાભાઇ રાઠોડ, વાહન માલીક મહિપાલસિંહ જામભા, હરભોલે કવોરીના જોરૂભા રાઠોડ, આદ્યશકિત કવોરીના માલીક મહેશભાઇ ધીરૂભાઇ કૂકવાવા, કનૈયા સ્ટોનના માલીક જયેશભાઇ અને જાગાભાઇ, જયશ્રી મહાલક્ષ્મી કવોરીના પ્રવીણભાઇ પ્રભુભાઇ ધાડવી સામે ગુનો દાખલ થયો છે. ઉપરાંત પાણશીણા ચોકડી પાસેથી ગેરકાયદેસર રેતી સાથે ઝડપાયેલ પ્રવીણભાઇ અને ભલગામડાના લગધીરસીંહ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.