Abtak Media Google News

તંત્ર દ્વારા લીકેજ લાઈનનું રીપેરિંગ કામ ન કરાતાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યાં

તાલુકાના છારદ ગામના રતનપરા વિસ્તારમાં ચોમાસું માહોલ હોય તેવો ઘાટ સર્જાયો છે. રોડ ઉપર ઘણા સમયથી પાણી ભરાયેલું હોઈ લોકોને કાદવકીચડમાં થઈને ચાલવું પડતું હોવાથી અગવડ ભોગવવી પડે છે. તંત્ર દ્વારા યોગ્ય રીતે લાઈન રીપેર કરવામાં ન આવતી હોવાથી પાણી રસ્તા પર ફેલાયું જાણવા મળ્યું હતું.

છારદ ગામે આવેલ રતનપરામાં પાણી ભરાયેલું છે. આ કારણે છારદ ગામમાંથી રતનપરામાં આવવા માટેનો રસ્તો છેલ્લા થોડા સમયથી બંધ હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. તો આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલું હોવાનાં કારણે ગંદકી વધી રહી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓમાં રોગચાળો વકરવાનો ભય રહેલો જોવા મળે છે.

રહેવાસીઓએ જણાવ્યું કે લાઈન લીકેજ હોવાથી પાણી લિકેજ થતું હોવાથી અને લાઈન રીપેર ન કરાતા તેમજ પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાઈ રહે છે. અમારે છોકરાઓને નિશાળે મૂકવા પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. તો આ ગંદકીનાં કારણે અમારા વિસ્તારમાં હાલમાં રોગચાળો તો છે જ પરંતુ તે વધુ વકરવાનો ભય અમને રહેલો છે. આ લાઈન રીપેર કરવા અંગે અમે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.