Abtak Media Google News

આઈ કાર્ડ પણ બતાવી અને ચા વેંચતા શખ્સ પાસેથી કરાઈ છે છેતરપિંડી

સુરેન્દ્રનગર ના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં 2.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ ઉઠતા આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ કામગીરી હાથ ધરી હતી સૌપ્રથમ ડુપ્લીકેટ પોલીસની ઓળખ આપી અને 2.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની વિગતો અરજદાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ આ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા અને તમામ પ્રકારના સોર્સ અને નકર પૂછપરછ હાથ ધરવામાં આવતા બેંકમાં લોન અપાવવા મુદ્દે 2.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.

આ મામલે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે છેતરપીડી નો ભોગ બનેલા ચા વેચનાર યુવક પાસેથી તમામ પ્રકારના નક્કર પુરાવાઓ મેળવ્યા છે અને તપાસ કામગીરી હાથ ધરી છે અને આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌપ્રથમ ચા વેચનાર અરજદારે ડુપ્લીકેટ પોલીસ હોવાની વિગતો આપી હતી પરંતુ આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા બેંકમાં 16 લાખ રૂપિયા ની લોન અપાવવા મુદ્દે 2. 50 લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરાવી દેવાની લાલચ આપવામાં આવ્યું હોય અને ચા વેચતા શખ્સ એ 2.50 લાખ રૂપિયા આપી દીધા હોવાનું ખુલવા પામ્યો છે.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ વીરજા સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવ્યું છે અને હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે જે આઈ કાર્ડ ચા વેચતા યુવકને દેખાડવામાં આવ્યું હતું તે પોલીસ નું છે કે નહીં આ અંગે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ લોન અપાવવાના મુદ્દે છેતરપિંડી કરાઈ હોય અને ઓળખ આપવામાં આવી હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.