સુરેન્દ્રનગર: દેશ વિદેશમાં પ્રખ્યાત વઢવાણી મરચાની માંગ એકાએક ઘટતા ખેડૂતોમાં ચિંતા

 

વઢવાણ પંથકમાં મરચાનો મબલખ પાક: અઠવાડયિા પહેલા રૂ. ૧૫૦ ના ભાવે વેચાતા મરચા રૂ. ૫૦થી ૬૦ના તળીયે

સમગ્ર દેશમાં જેમ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની એક અલગ ઓળખાણ છે. તેમ ખાસ કરીને કાઠીયાવાડ વિસ્તારમાં પાકતા મરચાની પણ એક અલગ ઓળખાય છે. જેમાં સુરેન્દ્રનગરનું વઢવાણ ગામ દેવંભૂમી દ્વારકાનું લાંબાગ્રામ, ગોંડલ, કચ્છ વગેરે વિસ્તારોમાં મરચાનું વાવેતર ખુબ સારા પ્રમાણમાં થતું હોય છે. અને આ વિસ્તારોમાં થતા મરચા મરચી નો સ્વાદ અને તીખાસ અન્ય મરચા કરતાં કંઇક જુદા પ્રકારનો હોય આ મરચાનું અથાણુ તેમજ ભૂકીની વધારે માંગ હોય છે. સુરેન્દ્રનગરના વઢવાણ પંથકના વઢવાણી મરચા શિયાળાની સીઝનમાં રાયતા મરચા તરીકે જેની ખુબ જ માંગ હોય છે.

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે ખેડૂતો દ્વારા વઢવાણી મરચા નું ઉત્પાદન કરવામાં આવે છે જે મરચાં દેશ-વિદેશમાં પણ શિયાળાની સિઝનમાં રાયતા મરચા તરીકે જેની મોટી માંગ રહેલી હોય છે ત્યારે આ સમયમાં છેલ્લે સુધી વરસાદ વરસવાના કારણે મરચાનું વાવેતર થોડું મોડું થવાને કારણે માર્કેટમાં વઢવાણી મરચા આવવાના જે શરૂઆત થવી જોઈએ એના કરતાં દોઢ માસ મોડા આવ્યા હતા અને પાછું આ વઢવાણી મરચાં ના ભાવો પણ આસમાને રહ્યા હતા ત્યારે આ અઠવાડિયા પહેલા માર્કેટની અંદર વઢવાણી મરચા ના ભાવ ૧૫૦ રૂપિયે કિલો કાચા વેચાતા હતા જ્યારે આજે  આવક વધવાના કારણે આજે માર્કેટમાં આજનો ભાવ જાણવા મગનભાઈ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે મગનભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી હાલમાં શહેરમાં લગ્ન હોવા છતાં પણ વઢવાણી મરચા ની માંગ ઘટી ગઈ છે અને અગાઉ આ મોંઘા મરચા ના કારણે જે રાયતા મરચા બનાવી અને જેનો વ્યાપાર કરી રહ્યા છે જે મોંઘા વેચવાના કારણે ગ્રાહકો મોંઘા મરચાં ખાવાનું તારી અને માંડી વાર્તા હાલમાં વઢવાણી મરચા માર્કેટિંગ યાર્ડ માં પુષ્કળ આવક થવા છતાં પણ માર્કેટિંગ યાર્ડ માં પણ પહોંચતા મરચા નો ભાવ હાલમાં ચાલીસથી પચાસ રૂપિયા કિલો થઈ જવા છતાં જેનું કોઈ લેવાલ નથી માર્કેટની અંદર આ મરચાં હાલમાં જેમર ચા રૂપિયા૧૫૦ વેચાતા હતા જે હાલમાં ૫૦થી ૬૦ રૂપિયે વેચાઈ રહ્યા હોવા છતાં પણ હાલમાં ગ્રાહકો આ મરચા સામું જોતા નથી