સુરેન્દ્રનગર: વેપારી પર પૈસાની લેવડ દેવડ મુદે ચાર શખ્સોનો હુમલો

શેર બજારમાં રૂપિયા હારી જતા શખ્સોએ  4.90 લાખની પઠાણી ઉઘરાણી કરી બોથડ પદાર્થ ઝીંકયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે ચોરી લૂંટફાટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે વેપારી ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને આ બાબતની પોલીસ ફરિયાદ પણ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથક ખાતે વેપારી દ્વારા નોંધાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શેર કરતાં વેપારી પૈસા હારી જતા 4. 90 લાખ રૂપિયા ની ઉઘરાણી બાબતે હુમલો કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

ત્યારે વેપારીને નિલેશભાઈ નામના વેપારી થોડા સમય પહેલાં શેરબજારમાં 20 લાખ રૂપિયા ડૂબી જતા 4.90 લાખ રૂપિયાની ઉઘરાણી કરનાર ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ત્યારે વધુ એક બોથડ પદાર્થથી હુમલો કરી અને વેપારીને ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.

ઉલ્લેખનીય છે કે ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદમાં વેપારી દ્વારા વિગત આપવામાં આવી કે 20 લાખ રૂપિયા શેર બજારમાં હારી જતા 4.90 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનાર ચાર લોકો એ બોથડ પદાર્થ થી હુમલો કરવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ સીટી પોલીસે નોંધાવી છે.

Loading...