Abtak Media Google News

ગામડાઓ પાયાની સુવિધાથી વંચીત, વિકાસના કાર્યો નહિવત વગેરે ફેકટર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જોવા મળે તો નવાઈ નહીં

 

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની 497 ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત પણ  થઈ ચૂકી છે તેવા સંજોગોમાં ગામડાઓનો જે વિકાસ થવો જોઈએ તે છેલ્લા કેટલાક વર્ષોમાં થયો અને તે તેને લઈને ગ્રામીણ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગામડાઓની મુલાકાત બાદ ગત વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થશે તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં ચૂંટણીપંચ દ્વારા સમગ્ર ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે જેમાં 19મી ડિસેમ્બરે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજવાનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યો છે

કરોડો રૂપિયા સરકારની ગ્રાંટ ફાળવી હોવા છતાં પણ વિકાસના કામોના થયા હોવાનું ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના ગામડા ની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા પ્રાથમિક સુવિધાના કામો ન કર્યા હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે ગામમાં ખાસ કરી ગંદકી રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે સરપંચ દ્વારા કોઈપણ પ્રકારના વિકાસના કામો ગામમાં કરાયા ન હોવાનું મુલાકાત દરમિયાન ગામડાઓના ગ્રામજનોએ જણાવ્યું હતું.

ગામડાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામો હજુ પણ અધૂરા છે ત્યારે ગામમાં પસાર થતાં સમયે છેવાડે આવેલા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે  સરપંચને અવાર નવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પ્રકારનું સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી ત્યારે આગામી ચૂંટણીમાં આવનાર સરપંચ ગામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ કરે અને ગ્રામજનોને હાલાકી ન પડે તેવા વિકાસના કામો હાથ ધરે તેવી માગણી લટુડા ગામ ના લોકો એ જણાવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં  19મી ડિસેમ્બરે મતદાન  અને 21મી ડિસેમ્બરે પરિણામો પણ જાહેર થશેે તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ અનુસાર  જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ત્રણ દિવસમાં  સરપંચ બનવા  191 તથા સભ્ય બનવા માટે 421 દાવેદારી ઉમેદવારો દ્વારા નોંધાવવામાં આવી છે.

જિલ્લામાં છેલ્લા દસ વરસથી ગામડાઓનો વિકાસ રૂંધાયો હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે લટુડા ગામ તથા જિલ્લાના અન્ય ગામડાઓની ગ્રામજનો જણાવી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષમાં કોઈ પણ જાતનો વિકાસ ગામડાનો થયું નથી હજુ પણ ગામડા પ્રાથમિક સુવિધા સ્ટ્રીટલાઇટો પાણી રોડ રસ્તા ગંદકી જેવા પ્રશ્નો ગામમાં સર્જાઈ રહ્યા છે ત્યારે જે નવા સરપંચ આવે તેમની પાસે નવી આશા રાખી રહ્યા છે કે વિકાસના કામોને વેગ આપે અને ભણતર અને ગણતર બાબતે ગામ માં ધ્યાન આપે અને ગામનો વિકાસ થાય તે હેતુથી કામ કરે તેવી આશા લોકો સેવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.