Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે હાલ રાજ્યમાં ચોમાસું દસ્તક દઈને ઉભું છે ત્યારે આવી સ્થિતિમાં સરકાર દ્વારા તાજેતરમાં ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાવ વધારાથી ખેડુતોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે તાત્કાલીક ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ચુડા તાલુકાના ખેડુત એકતા મંચના પ્રમુખની ઉપસ્થિતિમાં ચુડા તાલુકાના ખેડુતોએ મુખ્યમંત્રી, કૃષી મંત્રી સહિતનાઓને લેખીત રજુઆત કરી હતી અને આગામી દિવસોમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહિં આવે તો આગામી તા.19 મે ના રોજ ચુડા તાલુકાના ખેડુતો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો 19 મેથી 100થી વધુ ખેડૂતોની ઉપવાસ કરવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાવ વધારાના કારણે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતો યોગ્ય રીતે વાવણી કરી શક્યા નથી કારણ કે વાવણી કર્યા પહેલા ખાતર લેવું અને વાવવું જરૂરી છે પરંતુ હાલ ભાવ વધારા બાદ સમગ્ર રાજ્ય સહિત જીલ્લાના એકપણ ડેપો પર ખેડુતોને ખાતર મળતું નથી જેના કારણે આખી ખેતીની સીઝન બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આથી જુના ભાવ મુજબ દરેક ડેપોમાં ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ સરકાર દ્વારા અગાઉ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી દરમ્યાન ખાતરમાં કોઈપણ જાતનો ભાવ વધારો કરવામાં નહિં આવે તેવી ખાત્રી અને જાહેરાતો કરી હતી અને પરંતુ ચુંટણી પૂર્ણ થતાં જ સરકાર દ્વારા ખાતરમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવતાં ખેડુતોની હાલત કફોડી બની છે જ્યારે આ મામલે કૃષી મંત્રી આંતર રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારો આવ્યો હોવાથી ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ભાવ વધારો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આથી હાલ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતોને હાલાકી પડી રહી છે આથી આગામી દિવસોમાં ખતરમાં ભાવ વધારો પરત ખેંચવામાં નહિં આવે તો આગામી તા.19 મે થી ચુડા તાલુકાના અંદાજે 100થી વધુ ખેડુતો ઉપવાસ અંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી છે અને ઉપવાસ પર બેસનાર તમામ ખેડુતોના નામની મોબાઈલ નંબર સાથેની યાદી પણ જાહેર કરવામાં આવી છે.  આ તકે ચુડા તાલુકા ખેડુત એકતા મંચના પ્રમુખ સરદારસિંહ મકવાણા સહિત જીલ્લા પ્રમુખ રાજુભાઈ કરપડા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.