Abtak Media Google News

સુરન્દ્રનગર શહેરના નવા બસ સ્ટેશન ક્યારે ખૂલ્લુ મુકાય તેનો અંત આવ્યો હોય તેવી વિગતો બહાર આવી છે. અને તા. 21 એપ્રિલને શુક્રવારે એસટી વિભાગના એમડી, જિલ્લા કલેકટર, અધિકારીઓ સહિતના લોકો દોડી આવીને નિરીક્ષણ કર્યુ હતુ. અને તા. 28 એપ્રિલે આ નવુ બસ સ્ટેશનનું સીએમ હસ્તે લોકાર્પણ કરાશે તેવી વિગતો બહાર આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર શહેરના એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડ માટે સુરેન્દ્રનગર શહેરી જનતા તરસી રહી છે ત્યારે હાલમાં ભલે બસ સ્ટેન્ડના કામમાં ભ્રષ્ટાચાર મોટો થયો છે તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે છતાં પણ તેનું ઉદ્ઘાટન હાલમાં હવે કરી નાખવું જોઈએ તેવું સરકાર ઈચ્છે રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં અનેક પ્રકારની સમસ્યાઓ તો ઉભી રહેશે પરંતુ બસ સ્ટેન્ડ નું ઉદઘાટન બસ હવે થોડા સમયમાં થઈ જશે તેવી હાલમાં ચર્ચાઓ ચાલી છે ત્યારે આ સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ કે જે લોકો માટે એસટી બસ સ્ટેન્ડ નહીં પરંતુ એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનાવવાની બે ધારાસભ્યોએ ખાતરી આપી હતી પરંતુ હાલમાં આ એરપોર્ટ ગણો કે બસ સ્ટેન્ડ ગણો પરંતુ હવે તેનું લોકાર્પણ થઈ જવાનું છે ત્યારે જનતાને પણ સામાન્ય રીતે ખુશી જોવા મળી રહી છે

સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ. 8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તા. 21 એપ્રિલને શુક્રવારે એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અને સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવુ બસ સ્ટેશનુ તા. 28 એપ્રિલને શુક્રવારે એટલે કે એક સપ્તાહ બાદ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.