સુરેન્દ્રનગર: કોરોના કેસ વધવા છતાં શાળા કાર્ય શરૂ રખાતા જાગૃત નાગરિકની શિક્ષણ અધિકારીને રજૂઆત

સુરેન્દ્રનગર ની આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કૂલમાં કોરોનાના કેસો વધ્યા : છતાં શાળા શરૂ રાખવા માં આવતા જાગૃત નાગરિકે શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. તેમજ  ભાજપ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજા સંક્રમિત કોઠારિયા રોડની ક્ધયા વિદ્યાલયની હોસ્ટેલમાં કોરોના પ્રવેશતા ભાગદોડ સુરેન્દ્રનગર જીલ્લામં કોરોના વાયરસે બીજી લહેરમાં કહેર મચાવ્યો છે ત્યારે સામાન્ય પ્રજાજનો બાદ હવે રાજકીય આગેવાનો અને હોદ્દેદારો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે.  જેમાં ધ્રાંગધ્રાના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજાને લક્ષણો જણાતા કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો જેમાં કોરોના પોઝીટીવ આવતાં પ્રદેશકક્ષાના હોદ્દેદારો અને આગેવાનોમાં ચીંતા જોવા મળી હતી જ્યારે કોરોના પોઝીટીવ આવ્યાં બાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પીટલ માં સારવાર શરૂ કરવામાં આવી હતી.

 

જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના પરમવિરસિંહ પરમાર સહિત શહેરની મધ્યમાં વાડીલાલ ચોક વિસ્તારમાં આવેલ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલના અંદાજે ચાર થી વધુ શિક્ષકોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચાઓ લોકમુખે વહેતી થઈ હતી. જો કે સ્કૂલમાં કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલમાં શિક્ષણકાર્ય શરૂ રાખવામાં આવતાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ એ.જી.પટેલ ક્ધયા વિદ્યાલયના હોસ્ટેલની અંદાજે પાંચથી વધુ વિદ્યાર્થીનીઓને કોરોના પોઝીટીવ આવતાં હોસ્ટેલના સંચાલકો દ્વારા સલામતીના ભાગરૂપે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે અંદાજે 300થી વધુ વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી.  જિલ્લામાં ચીંતાજનક રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તંત્ર સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી.