Abtak Media Google News

વરસાદી પાણી ટપકતી આંગણવાડીમાં બાળકોને  બેસાડવામાં આવતા વાલીઓમાં રોષ

ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12નો વીડિયો વાઇરલ થતાં તંત્ર એકશન મોડમાં ખારાઘોડા ખાતે ઘટક 1ની આંગણવાડી કેન્દ્ર નંબર 12 માં જોખમી પરિસ્થિતિમાં બાળકો પોષણ લઈ રહ્યા હતા. જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફ્સિર એમ.એમ.ગઢવી દ્વારા દસાડા ઘટક-1ના સીડીપીઓ, મુખ્ય સેવિકા અને ખારાઘોડા આંગણવાડી કેન્દ્ર નંબર 12 ના કાર્યકરને નોટિસ ફ્ટકારવામાં આવી છે. આંગણવાડી જર્જરિત અને જોખમી હોવા છતાં દસાડા તાલુકાના આંગણવાડી ઘટક-1 સીડીપીઓ દ્વારા કોઈ પગલા કેમ લેવામાં ન આવ્યા ? તે બાબતે લેખિતમાં ખુલાસો આપવા જણાવાયુ છે. સીડીપીઓ અને મુખ્ય સેવિકાને લેખિતમાં નોટિસ ફ્ટકારવામાં આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

દસાડા તાલુકામાં આંગણવાડીની હાલત ખૂબ દયનિય જોવા મળી રહી છે. એથી આંગણવાડી કેન્દ્રો પર ભુલકાંઓ જોખમી રીતે પોષણ મેળવી રહ્યા હોવાનો સૂર જાગૃત્તજનોએ વ્યક્ત કર્યો હતો. ત્યારે દસાડા ઘટક 1 ખારાઘોડા કેન્દ્ર નંબર-12 ની જર્જરીત અને વરસાદી પાણી ઝીલતા આંગણવાડીમાં બાળકો પોષણ લેતા હોવાનો વિડીયો વાયરલ થતાં ઘટક 1ના સીડીપીઓ હંસાબેન પીઠવા દ્વારા જણાવાયું હતુ કે જર્જરિત આંગણવાડી હોય તો અન્ય જગ્યાએ ભાડા પેટે રાખવી તેવો પત્ર કરી દીધો હતો. પરંતુ આંગણવાડી કેન્દ્રના કાર્યક્રર દ્વારા અન્ય સ્થળે ખસેડવામાં આવી ન આવી હોવાનુ જણાવી હાથ ઉંચા કરાયા હતા. જોકે હાલ અન્ય જગ્યાએ આંગણવાડી બદલી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ખારાઘોડા આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા તાલુકા કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યુ હોવાનુ ખારાઘોડા આંગણવાડી કાર્યકરે જણાવ્યુ હતું. જર્જરીત અને વરસાદી પાણી ટપકતી આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવતા બાળકોના વાલીઓ પણ રોષે ભરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.