Abtak Media Google News

ગ્રામ પંચાયતોની  ચૂંટણીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં દિન-2માં જમા કરાવી દેવા સુરેન્દ્રનગર ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલ કુમાર ગૌસ્વામીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટે તેમજ જિલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજયના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને પણ લાગુ પડશે.

હથિયાર ખરીદ/વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરી વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી પરવાનાધારકને કરી શકશે નહીં. સબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમની જરૂરત રહેશે નહીં.

જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થયેલ હોઈ અને રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી. તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેની ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે. તેવી જ રીતે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.