સુરેન્દ્રનગર: 15 દિવસ પહેલા મુખ્ય બજારોમાં નાખવામાં આવેલ પેવર બ્લોક જમીનમાં બેસી ગયા

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વારંવાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાથી રાવ ફરિયાદો ઊઠવા ભાભી છે ત્યારે શહેરી વિસ્તારમાં રાખવામાં આવેલી ભૂગર્ભ ગટરો નવી પાણીની પાઈપલાઈનો સેનિટેસીઓન વિભાગ અને શહેરી વિસ્તારમાં થતાં વિકાસના કામોમાં વારંવાર ભ્રષ્ટાચાર થતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જ્યારે લઈને શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર પ્રજા માટે સરકાર દ્વારા એક તરફ કરોડો રૂપિયાના વિકાસનાં કામો ફાળવવામાં આવી રહ્યા છે અને તેની ગ્રાન્ટો પણ ફાળવી દેવામાં આવી રહી છે પરંતુ નબળા કામો થતા હોવાની ફરિયાદ શહેરી વિસ્તારમાં ઉઠવા પામી છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ સરકાર દ્વારા નગરપાલિકા ને ફાળવી દેવામાં આવ્યો છે.

તેવા સંજોગોમાં પેવર બ્લોક ની કામગીરી ઉપર સવાલો ઊભા થાય તેવા કિસ્સાઓ શહેરી વિસ્તારોમાં સામે આવ્યા છે ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રાખવામાં આવેલા પેવર બ્લોક જમીનમાં ઊતરી જવા પામ્યા છે અને જે સ્થળોએ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પેવર બ્લોક નાખવામાં આવ્યા છે ત્યાં મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લઇને પેવર બ્લોક કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં પેવર બ્લોક નાખવાનું ટ્રેન્ડર ખોલવામાં આવ્યું હતું ત્યારે આ કામગીરી કરવાનું ટેન્ડર નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના અમુક ચોક્કસ કોર્પોરેટર ના સગા સંબંધીઓને

ફાળવી દેવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે પેવર બ્લોક  નાખવાની કામગીરી છે. તે ફાળવી દેવામાં આવી છે ત્યારે છેલ્લા પંદર દિવસથી શહેરી વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.