Abtak Media Google News

ચોમાસુ પૂર્વે ખેડૂતો માટે વાવણીનો સમય શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર એક સપ્તાહમાં રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેચેં તો 19મીએ ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના વિરોધ પછી પણ જો ભાવ વધારો યથાવત રહેશે તો ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડશે તેવી ચેતવણી ખેડૂત સંગઠનોએ ઉચ્ચારી છે. રાજ્યમાં અત્યારે જ ખાતરની ખેંચ પ્રવર્તી રહી છે અને ખેડૂતોને ખાતર પણ મળી રહ્યું નથી.

ખેડૂત એકતા મંચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી. ફળદુને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ ચોમાસુ નજીક છે ખેડૂતોને ખાતર લેવું જરૂરી છે ત્યારે રાજ્યમાં મોટાભાગના સ્થળે ખાતર મળતું નથી. ખાતર નહીં મળે તો સમગ્ર વર્ષ બગડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. એટલું જ નહીં, સરકારે ખેડૂતોને તાત્કાલિક જૂના ભાવે ખાતર પૂરૂ પાડવું જોઇએ.

મંચના અગ્રણી સાગર રબારીએ રજૂઆતમાં એમ પણ જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી મહિનાથી ખાતરના ભાવ વધારાના એંધાણ હતા ત્યારે રાજ્ય સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા ખેડૂતોને ખાતરનો ભાવ વધારો નહીં આવે તેવું આશ્વાસન આપતી હતી. જોકે, પંચાયતોની ચૂંટણી જીતી ગઇ તે પછી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં કોરોના કાળમાં ખાતરમાં ભાવ વધારો કરી દેવાયો હતો. લેખિત રજૂઆતમાં વધુમાં જણાવાયુ હતું કે, સરકારના એક મંત્રી એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો એટલે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી! જોકે 2008થી 2014 વચ્ચે પેટ્રોલિયમ પેદાશોનો ભાવ વધતો હતો ત્યારે તે સરકારે ખાતરમાં ભાવ વધારો કરવા માટે કંપનીઓને કોઇ છૂટ આપી નહોતી.

અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઇ છે ત્યારે હવે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો કોરોનાને ધ્યાનમાં રાખીને ઘરે કે ખેતરમાં 19 મેએ રાજ્યના હજ્જારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે. તે પછી પણ જો વધારો યથાવત રહેશે તો સવિનય કાનૂન ભંગ કરીને રોડ ઉપર ઉતરશે. તેઓ હાલમાં ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિતમાં ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.

ખાતરના ભાવોમાં 58%નો વધારો : 19 મેં સુધીમાં ભાવ વધારો પરત નહિ  ખેંચાય તો ધરણા

તાજેતરમાં સરકાર દ્વારા ખાતરના ભાવમાં જંગી વધારો કરી દેવામાં આવ્યો છે 58 ટકા જેટલા ભાવો વધારી દેવામાં આવ્યા છે ખાતરની એક થેલીમાં 150 થી 800 સુધીનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ઉલ્લેખનીય છે કે આ બાબતે સુરેન્દ્રનગર કલેકટર ને સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત પણ કરાવી છે અને આગામી દિવસોમાં ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા 19મી સુધી માં ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરના 2000થી વધુ ખેડૂતો ધારણા ઉપર ઉતરશે અને ઉપવાસ આંદોલન પણ કરશે અને જરૂર પડશે તો આવી કોરોનાની મહામારી માં રોડ ઉપર પણ આવશે તેઓ ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

ક્યાં ખાતરોમાં ભાવ વધ્યા

1 ડી.એ.ટી પાયા નું ખાતર કે વાવણી સમયે ઉપયોગમાં આવે છે જેમાં  એક થેલી એ700 વધ્યા.

2 યુરિયા ખાતર કે જે વાવણી કર્યા બાદ પાક ની વૃદ્ધિ થાય તે માટે પાકમાં છાંટવામાં આવે છે તે યુરિયા ખાતર માં એક થેળીએ 500નો વધારો.

3 અન્ય પાયાના ખાતરો ગણાતા હોય તેવા ખાતરની એક કે થેલિએ 150 થી 800 ભાવ વધારો થયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.