Abtak Media Google News
  • જુદાં જુદાં દરની રૂ.18,600ની કિંમતની ફૂલ 135 નકલી નોટ કબજે
  • જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી.દોશી સહિતના સ્ટાફે તપાસ હાથધરી

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે શહેરી વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ચાર શખ્શોને ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્શો પાસેથી રૂ. 200ની 69, રૂ.100ની 30 અને રૂ.50ની 36 ડુપ્લીકેટ નોટો સહિત કુલ રૂ.18,609નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી.દોશી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

એસઓજી સ્ટાફે ચારેય શખ્શો પાસેથી રૂ.200ની 69, રૂ.100ની 30 અને રૂ.50ની 36 ડુપ્લીકેટ નોટો સહિત કુલ રૂ.18,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાંથી આવી? અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે શહેરી વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ચાર શખ્શોને ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસની પૂછપરછમાં ખાસ કરીને મુખ્ય ભેજાબાજ ટીના મહારાજે બે મહિનામાં 6થી 7 વાર જાલી નોટો લઈને સાગરીતોને આપી હતી, જે જોતાં અંદાજે રૂ. 10 લાખથી વધુની જાલી નોટ ફરતી કરી દીધી હોવાનો અંદાજે છે. આરોપીઓએ એકસાથે વધુ જાલી નોટો વટાવીને પૈસા કમાઈ લેવાની જગ્યાએ નાના પાયે નોટ વટાવી રૂપીયાવાળા થવાનું પસંદ કર્યું હતું. આથી ચાની કીટલી, શાકભાજીની લારી સહિતની જગ્યાઓએ જઈને રૂ.100 કે 200ની નોટ વટાવતા હતા. આથી લોકોને શંકા પણ ન જતી અને નોટો પણ સારી ક્વોલિટીની હોઈ લોકો સામે છૂટા પૈસા આપી દેતા હતા. આરોપીઓ જાલી નોટો વટાવવા માટે શાકભાજીની લારી, ચાની કીટલી કે પેટ્રોલ પમ્પને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક વાર પેટ્રોલ પમ્પ ઉપર આપેલી નોટ નકલી હોવાનું પકડાઈ જતાં ‘ક્યાંકથી આવી હશે, હું ફાડી નાખીશ’ કહીને અસલી નોટ આપી મામલો થાળે પાડ્યો હતો.

સુરેન્દ્રનગર એસઓજી ટીમે પકડેલા આરોપીઓમાંથી બહુચર હોટલ પાસે રહેતા શ્યામ અશોકભાઈ ઝાલા પાસેથી રૂ.200ના દરની 2 નકલી નોટ તથા મોબાઇલ મળી કુલ રૂ.10 હજારની મતા, જીનતાન ઉદ્યોગનગર શાંતિનગર રહેતા ધર્મેશ કરશનભાઈ મકવાણા પાસેથી 200ના દરની 4 નકલી નોટ, રોકડા રૂ. 2570, મોબાઇલ મળી કુલ રૂ. 10 હજારની મતા, વર્ધમાનનગર રહેતા પીયૂષ રમણલાલ શાહ પાસેથી રૂ.200ના દરની 3 નોટ, રોકડા રૂ. 80 અને મોબાઇલ મળી કુલ રૂ. 5000ની મતા નવી હાઉસિંગમાં રહેતા પ્રદીપ ઊર્ફે ટીના મહારાજ પાસે 500 ના દરની 36 નોટ, 200ની 69, 100ની 30 મળી કુલ 136 નકલી નોટ, મોબાઇલ કાર મળી કુલ 1 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.