Abtak Media Google News

સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ હોલ ખાતે સભા યોજી ત્રિદિવસીય જન આશીર્વાદ યાત્રાનું સમાપન

આગામી ચૂંટણીને ધ્યાને લઇ અને તાજેતરમાં બનાવેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અને જન આશીર્વાદ યાત્રા માટેની જવાબદારી સોપવામાં આવી છે જેને ધ્યાને લઇ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા બે દિવસ પહેલા ગુજરાત રાજ્યમાં પ્રવેશ મેળવી અને વેજલકા ગામથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તાલુકાઓ ગામડાઓની મુલાકાત સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા લેવામાં આવી છે.

લોકોની વચ્ચે જઈ અને કેન્દ્રિય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા અનેક વિકાસના કામોને વેગ આપ્યા છે જેમાં સાયલા ચોટીલા વાંકાનેર વેજલકા વિરમગામ વઢવાણ ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓની મુલાકાત ત્રણ દિવસમાં જન આશીર્વાદ યાત્રા અંતર્ગત લીધી છે અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા કરવામાં આવી છે અને સંતો મહંતો અને જિલ્લાવાસીઓના આશીર્વાદ લઇ અને આગામી આવનારી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

જન આશીર્વાદ યાત્રાના અંતિમ દિવસે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે ગ્રામજનોએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા છે ત્યારે બીજી તરફ અનેક વિકાસના કામો પણ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં ખાસ કરી સાયલા ગામની  મુલાકાત દરમ્યાન સાયલાના સેવાભાવી કાર્યકર સ્વ.ભુપતસિંહ ડોડીયા કે જેઓ કોરોનાની મહામારી દરમિયાન લોકોની સેવા કરતા-કરતા પોતે પણ કોરોનાગ્રસ્ત થયા હતા અને દુનિયાને અલવિદા કરી હતી. તેઓ તરફથી કેન્દ્રીય રાજ્ય મંત્રીને એમ્બ્યુલન્સની પ્રેરણા મળી હતી. તેઓના માતાના વરદ હસ્તે તેમની ગ્રાન્ટમાંથી ફાળવેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ ત્રણ દિવસ સુધી જન આશીર્વાદ યાત્રા ચાલી હતી જેમાં અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત અને અનેક સેવાભાવી લોકોની મુલાકાત કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા કરવામાં આવી હતી ચોટીલા ખાતે પણ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ ચોટીલા ખાતે બિરાજમાન માં ચામુંડા માતાજીના દર્શન પણ કેન્દ્રિય રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે યાત્રાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ હોલ ખાતે સભા યોજી યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.