Abtak Media Google News

સુરેન્દ્રનગરના ચીફ ઓફિસરની બદલી નહીં થાય ત્યાં સુધી પાલિકામાં પગ નહીં મૂકવાના પ્રમુખના શપથ

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસરની બદલી ન કરવા સરકાર અકકડ: મુખ્યમંત્રી સુધી રજુઆતો છતાં ચીફ ઓફીસરની બદલી ન થતાં ધારાસભ્ય પણ મુખ્યમંત્રી પાસે દોડી જઇ અને રજુઆત કરી હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફીસરની બદલી ન કરવા સરકાર અકકડ: મુખ્યમંત્રી સુધી રજુઆતો છતાં ચીફ ઓફીસરની બદલી ન થતાં ધારાસભ્ય પણ મુખ્યમંત્રી પાસે દોડી જઇ અને રજુઆત કરી હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ  નગરપાલિકામાં વિકાસ ના કામો સતત કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં શહેરી વિસ્તારોના રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓને મરામત તેમજ જાહેર રોડ રસ્તાઓ કામકાજો કામકાજ ઇલેકટ્રીક લાઇટના કામકાજો કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ નો વાદ વિવાદ સાતમા આસમાને પહોંચ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ  સંયુક્ત નગરપાલિકા ના ચીફ ઓફિસર ને બદલી કરાવવા માટે પાલિકા પ્રમુખ દ્વારા અર્થાત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર નગર પાલિકાના ચીફ ઓફિસરને કોઈ કાળે બદલી કરવામાં આવી રહી નથી જેને લઇને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેનો વાદવિવાદ સતત વધતો જઈ રહ્યો છે અને મતભેદો પણ વધતા જઈ રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના વિકાસને બંનેના મતભેદ અડચણરૂપ બની રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ના છેલ્લા છ માસમાં બીજી વખત કર્મચારીઓની બદલી કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના કર્મચારીઓ પોતાની સારી એવી ફરજ પોતાના હોદ્દા ઉપર બજાવી અને શહેરી વિસ્તારના લોકોને કોઈ જાતની તકલીફો અથવા પરેશાની ઉભી ન થાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે.

સુરેન્દ્રનગર  વઢવાણ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેના મતભેદો સતત વધતા જઈ રહ્યા છે જેને વચ્ચે વિકાસના કામો રૂંધાઇ  રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ દ્વારા લેવામાં આવ્યા છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરની ત્યાં સુધી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી તે પોતે નગરપાલિકામાં પગની મૂકે જ્યારે સંજોગો ના ભાગરૂપે બન્યું છે પણ એવું કે છેલ્લા સાત દિવસથી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ આવ્યા નથી અને સતત નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી માટે દોડી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે સત્ય શું છે તે તો હજી સુધી શહેરી વિસ્તારની આંખ સામે આવ્યું નથી પરંતુ હાલમાં એક ચર્ચાનો વિષય છે.

છેલ્લા એક મહિનામાં મુખ્યમંત્રીને પાંચ વખત રજૂઆત કરવા ચીફ ઓફિસરની બદલી માટે આગેવાનો દોડી ગયા પરંતુ તેની કોઈ અસર જોવા મળી નહીં.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી માટે ઘણી મથામણ આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં ધારાસભ્ય સહિતના આગેવાનો મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુખ્યમંત્રીની મુલાકાત સમયે ચીફ ઓફિસરની બદલી માટે મુખ્યમંત્રી સુધી ભલામણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પણ આ બાબતે અગાઉ પાલિકા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય ના નવા બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ આ બાબતે પાલિકાના ચોક્કસ કોર્પોરેટરો અને આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ચીફ ઓફિસરની બદલી કરાવવા માટે રજૂઆત કરાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં સરકાર અડીખમ છે હાલ કોઈથી ચીફઓફિસરની બદલી કરવા માટે વિચારના ન હોવાનું જણાવી દેવામાં આવ્યું છે જેને લઇને રજૂઆત કરવા ગયેલા આગેવાનો પણ વિલા મોઢા અને પરત ફર્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.