સુરેન્દ્રનગરમાં દિનદહાડે થયેલી રૂ.61 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: બે તસ્કર ઝબ્બે

સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી. દોશીનાં માર્ગદર્શન હેઠળ એલસીબીએ એક તસ્કરને ભોગાવો અને  બીજાને ભાવનગરથી દબોચી લીધો

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વઢવાણ લખતર રોડ ઉપર આવેલી એકતા સોસાયટીમાં ગઈકાલે તસ્કરો ત્રાટક્યા છે રૂપિયા 61 લાખ રૂપિયાની ચોરી કરી અને ચોરો ફરાર બની જવા પામ્યા છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ-અલગ પોલીસ ટુકડીઓ શોધખોળ માટે કામે લાગી ચોરીના ગુનામાં સંડોવાયેલા બંને તસ્કરીને પોલીસે ઝડપી લીધા છે.

ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમો દ્વારા પ્રવેશ મેળવી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા 61 લાખ રૂપિયા ઉઠાવી જવામાં આવ્યા હતા ત્યારબાદ આ મામલે હાલની પરિસ્થિતિમાં મોહરમ નો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો તે સમયે બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી અને પલાયન  થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબીએ ગણતરીનાં કલાકોમા બંને તસ્કરને ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ધોરણે બંને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને બે ઈસમો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યા હોવાનો ઘટસ્પોટ થવા પામ્યો હતો ત્યારે આ મામલે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આગળની તપાસ કામગીરી  ધરી એકને ભોગાવો અને બીજાને ભાવનગરથી ઝડપી લીધા છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી   સાડીના વેપારીના ઘરે આ બનાવ બનતા વેપારીઓમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી હતી તે દરમિયાન પાકી મળેલી બાંધમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નજીક આવેલ ઝૂંપડા માંથી વઢવાણ પોલીસ અને લોકલ ક્રાઈમ ઈસમની ટીમ દ્વારા એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ઝૂંપડામાંથી છ લાખ જેટલી રોકડ રકમ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને આ મામલે ઝડપાયેલા ઈશમને કડક પૂછપરછ કરવામાં આવતા અન્ય એક શખ્સ પણ તેની સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો અને તે ભાવનગર તરફ ભાગ્યો હોવાનું જાણવા મળતા તાત્કાલિક કોણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમડી ચૌધરી અને વઢવાણ પીએસઆઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ધોરણે રવાના કરી અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.