Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

લખતર અને ઝમર વચ્ચે શુક્રવારે એકજ દિવસમાં બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં ત્રણ વ્યકિતને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે લખતર-ઝમર રોડ ઉપર શુક્રવારે સવારે લખતર તરફ આવી રહેલ વેગનઆર કાર ઝમર નજીક પહોંચતા કારચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને કાર ગામના તળાવમાં ખાબકી હતી. તેમાં કારને નુકશાન થયુ હતુ.

તેમજ બે વ્યકિતઓને ઈજા થતા 108ની મદદથી સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. બીજો બનાવ બપોરના સમયે બનેલ હતો. જેમાં લખતરથી સુરેન્દ્નગર તરફ જતી ઈકો કાર રોંગસાઈડમાં ખેંચાઈને પલ્ટી જતા કાર ચાલકને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્નગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.