Abtak Media Google News

સુરેન્દ્રનગરના મેડિકલ ધારક દલસુખભાઈ પરમાર દ્વારા અને સાથે સોહીલ નામના શખ્સ દ્વારા સુરેન્દ્રનગરમાં મ્યુકર માઇકોસીસ થી પિડીત દર્દીઓને કાળા બજાર કરી અને ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આ બંને આરોપીઓની અટકાયત કરી અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરની સી જે હોસ્પિટલ પાસેથી આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

મૂળ સુરેન્દ્રનગરના અને હાલમાં અમદાવાદમાં વસવાટ કરતા પ્રીત નામના શખ્સની  અટકાયત:  સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પી.આઇ ત્રિવેદી અંકલેશ્વર તપાસ અંગે દોડયા

1623645629427

તે દરમિયાન  ઝડપાયેલા શખ્સો ની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને રિમાન્ડ લઇ અને આ મામલે વધુ પુછપરછ કરવામાં આવતા મૂળ 108 ના કર્મચારી શિવમ મારફતે આ અંગેનો લાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો અને ઇન્જેક્શન પહોંચાડવામાં અમદાવાદ ખાતે વસવાટ કરતા અને મૂળ સુરેન્દ્રનગરના પ્રીત નામના વ્યક્તિ પાસેથી આ સમગ્ર ઇન્જેક્શન આવતા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો.જેને લઇને સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે પ્રીતની અટકાયત કરી છે અને હાલમાં તેની પણ આકરી પૂછપરછ હાથ ધરી છે.

ત્યારે આકરી પૂછપરછમાં પ્રીત દ્વારા અંકલેશ્વર ગામેથી ઇન્જેક્શનો લાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ ખુલાસો થવા પામતા સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ ત્રિવેદી આજે વહેલી સવારે અંકલેશ્વર ખાતે દોડી ગયા છે અને આ મામલે વધુ પૂછપરછ અને તપાસ કામગીરી આરંભવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આ કોંભાડ રાજ્યવ્યાપી હોવાનો ખુલાસો પણ થઈ શકે છે આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર કંપનીઓમાં જ્યાં આ ઇંજેક્શન બની રહ્યા છે ત્યાંથી જ ગેરકાયદેસર ઇન્જેક્શન ચોરી કરી અને વેચવામાં આવતા હોવા નું અનુમાન લગાવવામાં આવ્યું હતું.ત્યારે આજે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમ આ ગેરકાયદેસર ઇન્જેક્શનના મામલે વધુ તપાસ માટે અંકલેશ્વર દોડી ગઇ છે અને વધુ 108નો કર્મચારી પકડાયો નથી તેને ઝડપી લેવા પણ તજવીજ અન્ય ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.