સુરેન્દ્રનગર: ભુગર્ભ ગટરના ઢાંકળા તૂટતા રાહદારીને મુશ્કેલી

ગટરના નવા ઢાંકળા નાખવા તંત્રને માંગ

સુરેન્દ્રનગર શહેરમાં નાંખવામાં આવેલી ભુગર્ભ ગટર સુવિધારૂપ બનવાને બદલે મુશ્કેલી સર્જતી હોય તેવા અનેક કિસ્સા બની રહ્યા છે. અનેક જગ્યાએ ભુગર્ભ ગટર બ્લોક હોવાથી ગટરનું પાણી આગળ જવાને બદલે રસ્તા પર ફરી વળે છે.જેને કારણે વાહનચાલકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે.

સુરેન્દ્રનગરનાં કુંથુનાથ દેરાસર ચોકથી બહુચર હોટલ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા સમય ભુગર્ભ ગટરનું ઢાંકણુ તુટી ગયુ હોવાથી વાહનચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે.

એવામાં એક રીક્ષા આ રોડ પર મુરલીધર આઈસ્ક્રીમ પાસે ઢાંકણામાં બરાબરની ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈ મુસાફર કે રીક્ષાચાલકને ઈજા થઈ નથી પરંતુ રીક્ષાને નુકશાન થયુ હતું. નગરપાલીકાનાં તંત્રવાહકો આવા તુટેલા ઢાંકણા હટાવી નવા મુકાવે તેવી માંગણી ઉઠવા પામેલ છે.