Abtak Media Google News
  • બંને ટેન્કરોમાં જવલંનશીલ પદાર્થ હોવાનું પ્રાથમિક તારણ: પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી
  • ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદની ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર રોડ ઉપર ગમખ્વાર દુર્ઘટના સર્જાવા પામી છે જેમાં એકી સાથે પાંચ વાહનો ટકરાતા બે ટેન્કરોમાં મોટી ભયાનક વિકરાળ આગ લાગવાની ઘટના બની છે ત્યારે આ ઘટનામાં એક ટેન્કર નો ડ્રાઇવર જેમાં જીવતો ભૂંજાઈ ગયો છે ત્યારે હાલમાં ધાંગધ્રા હરીપર રોડ બંધ કરવાની પોલીસ તંત્રને ફરજ પડી છે ત્યારે હાલમાં ધાંગધ્રા સુરેન્દ્રનગર વિરમગામ હળવદ સહિતના આજુબાજુના ગામોમાંથી તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડ જાણકારી આપી અને ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં પોલીસ તંત્રનો કાફલો પણ ધાંગધ્રા હરીપર રોડ ઉપર પહોંચી અને કામગીરી હાથ ધરી રહ્યો છે

હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર હાઈવે ઉપર અચાનક જ બે ટેન્કર ે સામસામે ટકરાતા પાછળ આવતા ત્રણથી વધુ વાહનોનો

અકસ્માત થયો છે અને વળી નવાઈની વાત તો એ છે કે ઘટના સ્થળ ઉપર જ બંને   ટેન્કરો ટકરાતા ની સાથે જ વિકરાળ આગ લાગી છે જેમાં એક ટેન્કર નો ડ્રાઇવર ભોળા રામ સતા રામ નામ નો ડાઈવર ટેન્કરમાં જીવતો ભૂંજાઈ જવા પામ્યો છે.

આ અકસ્માત એટલો ભયંકર અકસ્માત છે કે હાઈવે ઉપર બંને ટેન્કરોમાં કેમિકલ ભરેલા હોવાના કારણે આગ લાગવાની ઘટના પણ બની છે  હાલમાં બંને ટેન્કરો બળીનેે ઘટનાસ્થળ પર ખા ખ બની ગયા છે ત્યારે પોલીસ તંત્ર આ ડ્રાઈવરના પરિવારજનોને તેમના દેશમાં જાણકારી આપવામાં આવી છે ત્યારે પોલીસ તંત્રે જણાવ્યું કે ગાંધીધામ થી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આ ટેન્કર જતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે હાઇવે ઉપર એક જ માલિક ના અને એક જ કંપનીના ત્રણ ટેન્કરો એકી સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે .

હાલમાં હાઈવે ઉપર આ અકસ્માત મા આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી અને વાહનોના ચાલક બંને ટાઈમ કરો વરઘોડો ચડતા હતા અને લોકો તેને નિહાળી રહ્યા હતા પરંતુ કોઇ કામગીરી કરી શકે તેવું સમય જ નહોતો અને આગળ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

અત્યારે એક ટેન્કરના ડાઈવર જીવતા સળગી જવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે હાલમાં ધાંગધ્રા હરીપર રોડ ઉપર માલવણ હાઇવે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ છે અને એક બાજુનો રોડ પૂર્વવત કરવા પોલીસ કામે લાગી છે.

આગમાં ભસ્મીભૂત થયેલા વાહનો જુદા કર્યા બાદ   વધુ મોત થયા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.