સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુકત પાલિકાની કરોડો રૂપિયાની વેરા વસુલાત

મિલ્કત વેરાના 7.56 કરોડ, વ્યવસાય વેરા પેટે  1.50 કરોડ તથા પાણી વેરાના 80 લાખ વસુલ્યાં 

સૂરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલીકાની હદમાં રહેતાં લોકો નિયમ મુજબ પાલિકા તંત્રને મીલ્કત વેરો ભરપાઈ કરે છે અને આ અંગે પાલિકા તંત્રના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પણ કડક વસુલાત હાથધરી વધુ લોકો વેરો ભરે તે માટે પ્રયાસો હાથધરવામાં આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલીકાની 31 માર્ચ સુધીની મીલ્કત વેરાની અને વ્યવસાય વેરાની કરોડો રૂપિયાની આવક વસુલવામાં પાલિકા તંત્રને સફળતા મળી હતી.

કરદાતાઓ પાસેથી મીલ્કત વેરા પેટે રૂા.7.56 કરોડની તથા વ્યવસાય વેરામાં રૂા.1.50 કરોડ અને અંદાજે રૂા.80 લાખ જેટલો પાણી વેરાની વસુલાત કરી હતી. આ ઉપરાંત વઢવાણ નગરપાલિકાની હદમાં પણ અંદાજે રૂા.2.51 કરોડ મીલ્કત વેરો તથા 1.18 કરોડ વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવી હતી. પાલિકા તંત્રમાં મીલ્કત વેરા સહિતના વેરોની વસુલાતમાં આટલી મોટીરકમ વેરા તરીકે વસુલ કરવામાં આવતાં પાલિકા તંત્રએ ઈતિહાસ રચ્યો હતો.

જ્યારે પાલિકાની ટીમ દ્વારા અગાઉ પણ મોબાઈલ ટાવર, ગેસ કંપની સહિત અંદાજે રૂા.2.18 કરોડની વસુલાત કરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી હાઉસટેક્ષ ઈન્સ્પેક્ટર છત્રપાલ સિંહ ઝાલા, હેડ કર્લાક મુકેશભાઈ ડગલી, વિજયભાઈ સોલંકી, અમૃતભાઈ ખાંદલા સહિતના હાજર રહ્યા હતા.