સુરેન્દ્રનગર: એવું તે શું થયું કે લાખણકા ગામના ખેડૂતોએ રીંગણા ભરેલુ ટ્રેકટર જાહેર માર્ગએ ઠલવ્યું

સુરેન્દ્રનગર જીલ્લાની અંદર ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે જિલ્લામાં અંદર ખેડૂતો રોકડિયા પાકની ખેતી કરી અને પોતાના જીવન ગુજરાન ચલાવવા માટેના પ્રયાસો કરે છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોષણ ભાવ મળતા ન હોવાના કારણે ખેડૂતો ભારે દેનાની અંદર મુકાઈ જતા હોય છે.

ત્યારે હાલમાં જોવા જઈએ તો એક બાજુ શાક બકાલાની ભારે અછત માર્કેટમાં જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લાખણકા ગામના ખેડૂતો પોતાની વાડીમાં રીંગણાનું વાવેતર કરી અને જબલામાં પેકિંગ કરી અને નજીકના માર્કેટીંગ યાર્ડોમાં હરરાજીના સમયે પહોંચી જતા હોય છે.

ત્યારે વેચાણ માટે લાવેલા શાકભાજીનો વેચાણ ન થવાના કારણે જાહેર માર્ગોઉપર ટ્રેક્ટર ઠલવી પાછા ફરતા હોય છે.