Abtak Media Google News

ભારે ચર્ચા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ થતા ચકચાર

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં આવી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વારંવાર અધિકારીઓ અને ચૂંટાયેલા આગેવાનો વચ્ચે નગરપાલિકામાં બોલાચાલી અને ઉગ્રતા ભર્યું વર્તન થતું હોવાના દ્રશ્યો તાજેતરમાં સામે આવ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર  દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ચર્ચામાં આવી છે ત્યારે જે વિકાસના કામો થવા જોઈએ તે થઈ રહ્યા નથી ત્યારે આ મામલે દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના અમુક કોર્પોરેટરો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને નગરપાલિકાના અધિકારીઓ તથા સત્તા ઉપર બેઠેલા ચૂંટાયેલા આગેવાનો સાથે બોલાચાલી કરતા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વારંવાર ચર્ચામાં આવી રહી છે ત્યારે ફરી એક વખત કર્મચારીઓના પ્રશ્નને લઈ અને ચર્ચામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ અને અમુક ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ વેતન ના કર્મચારીઓ અંગે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે અને વર્ષોથી નગરપાલિકામાં કર્મનિષ્ઠ તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેજ ના કર્મચારીઓને આ નિયમ અનુસાર છુટા કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ 60 વર્ષથી ઉપરના અમુક કર્મચારીઓને પણ છુટા કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ લોહીના સંબંધ ધરાવતા હોય અને એક જ ઘરના બે લોકો નગરપાલિકામાં ફરજ બજાવતા હોય તેવા પણ અમુક કર્મચારીઓને પાલિકાએ છૂટા કર્યા છે.

ત્યારે આ નિયમ ફક્ત કોઈ ઓળખાણ અથવા કોઈ રાજકીય વર્ગ ન ધરાવતા હોય તેવા કર્મચારીઓને લાગુ કરવામાં આવ્યું હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે કારણ કે પક્ષ સાથે સંકળાયેલા અને જેમના નગરપાલિકામાં સગા સંબંધીઓ ચૂંટાઈને આવ્યા છે તેવા કોન્ટ્રાક્ટ બેજ ના કર્મચારીઓને આ નિયમ લાગુ કરવામાં આવ્યા નથી જેને લઈને છુટા કરેલા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રાજકીય વગ અને ભ્રષ્ટાચારમાં સામેલ થતાં અમુક કર્મચારીઓને પાલિકાએ સ્પેશિયલ કેસમાં 60 વર્ષથી ઉપરના હોય અથવા એક ઘરના બે લોકો હોય તેમને પણ કામે રાખ્યા છે તો સવાલ એ છે કે આ લોકોને પણ નિયમ અનુસાર છુટ્ટા કરવા જોઈએ. તેવી લોકોમાં ચર્ચા જાગી છે.

ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટો પણ વાયરલ થઈ છે કે નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી તરીકે ફરજ બજાવા ભાજપના હોદ્દેદાર અથવા કાર્યકર્તા બનવું પડે તો જ નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશો તેને કામ ઉપર નગરપાલિકામાં રાખે ત્યારે આ એક પોસ્ટ કટર ઈમાનદાર અને કર્મચારીની નિષ્ઠાવાન સામે કલંક લગાડતો કિસ્સો છે કારણકે નગરપાલિકામાં હાલની પરિસ્થિતિ મુજબ કોન્ટ્રાક્ટ બેજ ના કર્મચારીઓ ભાજપ સાથે સંકળાયેલા હોદ્દેદારો હોવાનું પણ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.