Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત ઠાલવાતા નર્મદાના નીર અને છલકાતા નદી-નાળાથી  થતી પાણીની આવકના કારણે ડેમની સપાટીમાં સતત વધારો

રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય પાંચ પૈકી ચાર જળાશયો ઓવરફલો થઈ ગયા છે. એકમાત્ર ભાદર ડેમ છલકાવામાં બાકી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સૌની યોજના અંતર્ગત ભાદરમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત છલકાતા નદી-નાળામાંથી થતી પાણીની આવકના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ભાદરની સપાટી ૩૨ ફૂટને પાર થઈ ગઈ છે. અને ડેમ ઓવરફલો વામાં હવે માત્ર ૧.૯૦ ફૂટ જ બાકી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ ભાદર ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. સાથો સાથ વરસાદી પાણી દ્વારા પણ આવક ચાલુ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૩૩ ફૂટ પાણીની આવક તાં ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદરની સપાટી આજે ૩૨.૧૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં ૧.૯૦ ફૂટે બાકી રહ્યો છે. ૬૬૪૪ એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ભાદરમાં હાલ ૫૭૫૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આગામી એકાદ પખવાડીયામાં ડેમ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ભાદર ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોજ ડેમમાં ૦.૫૨ ફૂટની આવક વા પામી છે. ૪૪ ફૂટે ઓવરફલો તા મોજ ડેમની સપાટી ૪૨.૭૦ ફૂટે પહોંચવા પામી છે અને ડેમ છલકાવામાં હવે માત્ર ૧.૩૦ ફૂટ બાકી રહ્યો છે.

આ ઉપરાંત ઈશ્ર્વરીયામાં ૦.૩૩ ફૂટ, કર્ણુકીમાં ૦.૩૩ ફૂટ, ડેમી-૩માં ૦.૧૬ ફૂટ, ડાયમીણસારમાં ૦.૯૮ ફૂટ, સાનીમાં ૧.૯૪ ફૂટ, ગઢકીમાં ૧.૬૬ ફૂટ, વર્તુ-૨માં ૧.૮૪ ફૂટ, શેડાભારરીમાં ૧.૬૬ ફૂટ, સીંધણીમાં ૦.૮૨ ફૂટ પાણીની આવક વા પામી છે. હાલ ફોફળ, વેણુ-૨, આજી-૧, આજી-૨, આજી-૩, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, મોતીસર, ફાળદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવડી-૧, છાપરવડી-૨, કરમાળ, કર્ણુકી, મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોળાદ્રોઈ, સસોઈ, પન્ના, ફૂલજર, સપડા, ફૂલજર-૨, ડાયમીણસાર, ફોફળ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, વાણીસંગ, રૂપાવટી, રૂપારેલ, સોનમતી, વેરાડી-૧, કાબરકા, વેરાળી-૨, મીણસાર, વાસલ, મોરસલ, સબુરી, ત્રિવેણીઠાંગા, નિંભળી, ધારી અને સોરઠી ડેમ ઓવરફલો થઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.