નર્મદા ડેમની સપાટી ૧૩૭.૦૮ મીટરે: ૧૭૫ ગામોમાં એલર્ટ

ડેમ છલકાવામાં માત્ર દોઢ મીટર જ દૂર: ભરૂચ સહિતના અનેક ગામોમાં પુર જેવી સ્થિતિ: ઘર અને દુકાનોમાં પાણી ઘુસ્યા: ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી ઘટી

મધ્યપ્રદેશમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ઈ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી ૧૩૭.૦૮ મીટરે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફલો વામાં હવે માત્ર દોઢ મીટર જ બાકી રહ્યો છે. પાણીની અનરાધાર આવક ચાલુ હોય ડેમ ગમે ત્યારે ઓવરફલો વાની શકયતા રહેલી હોય. ત્રણ જિલ્લાના ૧૭૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા ભરૂચમાં પુર જેવી સ્થિતિ  થવા પામી છે. લોકોના ઘરમાં અને દુકાનમાં પાણી ઘુસી ગયા છે.

નર્મદા ડેમમાં હાલ ૮ લાખથી વધુ કયુસેક પાણીની આવક થઈ રહી છે. ત્રણ જિલ્લાના ૧૭૫ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીની જળ સપાટી ૩૧.૨૫ ફૂટે પહોંચી જવા પામી છે. ગઈકાલે રાત્રે ડેમના ૨૩ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ૮ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય. ભરૂચમાં પુર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ઘર અને દુકાનમાં પાણી ઘુસી જતા હાલ શહેરમાં હોળી ચલાવવાની ફરજ પડી રહી છે. એનડીઆરએફની બે ટીમ ભરૂચ મોકલવામાં આવી છે અને હજારો લોકોનું સલામત સ્થળે સ્ળાંતર કરવામાં આવ્યું છે. ૧૩૮.૬૮ મીટરની સપાટી ધરાવતા નર્મદા ડેમની સપાટી આજે સવારે ૧૩૭.૦૮ મીટરે પહોંચી જવા પામી છે. પાણીની અનરાધાર આવક ચાલુ હોવાના કારણે ડેમ ગમે ત્યારે ઓવરફલો થાય તેવી શકયતા રહેલી હોય ૧૭૫ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નિચાણવાળા વિસ્તારમાંથી હજારો લોકોનું સ્ળાંતર કરાયું છે.