Abtak Media Google News

તાજેતરમાં, થાઇલેન્ડની એક વ્યક્તિને દરિયાકિનારા પર કાળો સખત-ગંધિત પદાર્થ મળ્યો છે જેને વૈજ્ઞાનિક દ્વારા એક ઉલટી કહેવામાં આવે છે. તે વ્યક્તિએ આ ઉલ્ટીનું બજારમાં વેચાણ કર્યું તો તે વ્યક્તિને તેના બદલ 25 કરોડનું રૂપિયા પ્રાપ્ત થયા અને તેનાથી તેનું જીવન બદલાઈ ગયું.

વહેલના શરીરમાંથી નીકળતા કચરાને વૈજ્ઞાનિકો ઉલટી કહે છે અને ઘણા મળ કહે છે. આ પદાર્થ ઘણી વખત તેના રેક્ટમ દ્વારા બહાર આવે છે તો ઘણી વખત તે મોઢા દ્વારા ઉલટી મારફતે બહાર કાઢે છે.

Screenshot 1 8

દરિયાકિનારે મળી આવતી સુગંધિત ગાયના છાણ જેવી સખત પદાર્થ વ્હેલની ઉલટી કેટલીકવાર તે ભુરો અને પીળો રંગનો પણ હોઈ શકે છે. અમુક સમયે તે સફેદ અને કાળા પથ્થરમાં મળી આવે છે. તેના પરખુંઓ તેને તરત જ ઓળખી કાઢે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ જ વધુ છે.

એવું માનવામાં આવે છે કે વ્હેલની ઉલટી કોઈ સમયમાં નક્કર પથ્થરનું સ્વરૂપ લેશે. જેમ તેનું સ્વરૂપ જૂનું થશે તેમ તેની કિંમત વધતી જશે.

Screenshot 3 5

શુ છે આ પથ્થર ?

તે વ્હેલના શરીરમાંથી એક અવશેષ કચરો છે જે તેના આંતરડામાંથી નીકળે છે અને તે તેને પાચન કરી શકતી નથી. ઘણી વખત આ પદાર્થ રેકટમમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે પદાર્થ મોટો થાય છે ત્યારે વ્હેલ તેને મોઢા દ્વારા બહાર કાઢે છે. વૈજ્ઞાનિક પોતાની ભાષામાં તેને એમ્બ્રેગ્રીસકહે છે.

Screenshot 4 2

વ્હેલના પેટમાંથી ઉદ્ભવતા આ એમ્બર્ગ્રિસની ગંધ શરૂઆતમાં લોકોને પસંદ આવે તેવી હોતી નથી પરંતુ થોડા વર્ષો પછી તે ખૂબ જ મીઠી સુગંધ આપે છે. તેને એમ્બગ્રિસ કહેવામાં આવે છે કારણ કે તે બાલ્ટિકના દરિયાકિનારા પર મળતા ઝાકળવાળું એમ્બર જેવું લાગે છે. તે અત્તરના ઉત્પાદનમાં વપરાય છે અને આને કારણે તે ખૂબ મૂલ્યવાન છે. આ પદાર્થના કારણે અત્તરમાં સુંગધ લાંબો સમય સુધી ટકી રહે છે.આ કારણને લીધે વૈજ્ઞાનિકો તેને સોનુ કહે છે. તેનું વજન 15 ગ્રામથી લઈને 50 કિગ્રા થઈ શકે છે.

Screenshot 2 6

પરફ્યુમ સિવાય બીજે ક્યાં વપરાય છે ?

એમ્બર્ગ્રિસનો ઉપયોગ મોટાભાગે અત્તર અને અન્ય સુગંધિત ઉત્પાદનો બનાવવામાં થાય છે. એમ્બર્ગ્રિસથી બનેલું પરફ્યુમ વિશ્વના ઘણા વિસ્તારોમાં હજી પણ મળી શકે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓએ એમ્બ્રેગિસમાંથી ધૂપ અને અગરબત્તી બનાવતાં હતા.આધુનિક ઇજિપ્તમાં, એમ્બર્ગ્રિસનો ઉપયોગ સુગંધિત સિગારેટ માટે થાય છે. પ્રાચીન ચાઇનીઝ પણ આ પદાર્થને “ડ્રેગનની સ્પિટિંગ સુગંધ” કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.