ગુજરાતી ફિલ્મની વાર્તા હવે માત્ર હાસ્ય અને પારિવારિક કથાઓ સુધી સીમિત નથી રહી તે આગળ વધી રહી છે. તેમજ નવા દિગ્દર્શકો અને યુવા કલાકારો દ્વારા, હવે ફિલ્મોનો વિષય અને રજૂઆત કરવી તે એક નવી દિશામાં આગળ જઈ રહ્યા છે. ‘સરપ્રાઇઝ’ એ આવી જ એક થ્રિલર ફિલ્મ છે, જ્યાં વાર્તામાં થોડા થોડા સમયમાં સરપ્રાઇઝ જોવા મળે છે. ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ દ્વારા તૈયાર કરેલી આ ફિલ્મમાં હેલી શાહ, વત્સલ શેઠ અને જ્હાન્વી ચૌહાણ જેવા જાણીતા કલાકારો છે.
ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઇઝ’ 16 મે 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત. હેલી શાહ અને વત્સલ શેઠની પહેલી ગુજરાતી ફિલ્મ. ‘સરપ્રાઇઝ’ એ એક મનોરંજક થ્રિલર છે જે રહસ્ય, ગુના અને રોમાંચથી ભરપૂર છે.
‘સરપ્રાઇઝ’ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત
આજે વાત કરીશું ‘સરપ્રાઇઝ’ ની તો આ ‘સરપ્રાઇઝ’ છે ખાસ તેમાં છે રોમાંચ, રહસ્ય અને લૂંટનો એક સુપર કોમ્બો છે. સ્ટાર સિતારાઓના જલવા છે. ‘સરપ્રાઇઝ’ ફિલ્મ જેમાં ગુજરાતી ફિલ્મના પડદે પહેલીવાર જોવા મળ્યું છે. તેમજ સુપર સ્ટાર વત્સલ શેઠ સાથે હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ. ‘સરપ્રાઇઝ’ ફિલ્મની વાત કરતાં વત્સલ જણાવે છે કે બવ મોટું સરપ્રાઈઝ છે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, મેં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમયથી શરૂ કર્યું છે, આ ઉપરાંત 1998થી કામ શરૂ કર્યું. ‘ટાર્ઝન: ધ વન્ડર કાર’ અને ઘણી બધી ફિલ્મો કરી છે. ટાર્ઝન વખતે હું નર્વસ હતો એજ ફિલિંગ મને સરપ્રાઇઝ ફિલ્મમાં આવી હતી.
‘સરપ્રાઈઝ’ ફિલ્મમાં શું મળી સરપ્રાઈઝ?
આ દરમિયાન હેલી શાહ જણાવે છે કે મારા માટે પણ એક સરપ્રાઈઝ હતી, કારણ કે હું કોશિશ કરી રહી હતી કે મને કોઈ સારી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ મળે, કારણ કે મારી ખૂબ ઇચ્છા હતી કે હું એક ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મોમાં કામ કરું. અને મને અચાનક એક ફોન આવ્યો અને કહ્યું કે અમે આવી એક ફિલ્મ બનાવી રહ્યા છે. હું ખૂબ જ ખુશ છું કે હું આ ફિલ્મ કરી રહી છું કારણ કે આ ખરેખર એક સારી ફિલ્મ છે. આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. તેમજ જ્હાન્વી ચૌહાણ જણાવે છે કે મારા માટે એ સરપ્રાઈઝ હતી કે હું આ બે સુપર ટેલેન્ટેડ એક્ટર્સ સાથે આ ફિલ્મમાં કામ કરી રહી છું. મે ઘણી ગુજરાતી ફિલ્મ કરી છે પણ આ બધી ફિલ્મો કરતાં અલગ છે.
શૂટિંગ દરમિયાન ક્યાં ચેલેન્જ ફેસ કરવા પડ્યા?
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટલાંક ચેલેન્જ ફેસ કરવાના આવ્યા છે. જ્હાન્વી કહે છે મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કાર ડ્રાઇવ કરવાની હતી. હવે મને કાર ડ્રાઇવ કરતાં આવડી ગઈ છે પરંતુ ફિલ્મના શૂટિંગ પહેલા મને બિલકુલ ડ્રાઇવિંગ આવડતું ન હતું. મારા માટે બવ મોટો ચેલેન્જ હતો.
વત્સલ કહે છે કે મે અત્યાર સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, મારા માટે ગુજરાતી ડાયલોગ બોલવા થોડા મુશ્કેલ હતા, પરંતુ ફિલ્મ બનાવીને મજા આવી. ડાયલોગ છે, રીડિંગ છે, સ્ક્રિપ્ટ છે આ બધુ થોડું અલગ હતું. પરંતુ ડિરેક્ટર સચિનભાઈ અમને મદદ કરી, દરેક સીન પહેલા અમને માર્ગદર્શન આપતા હતા. આ ફિલ્મ આખી રોડ જર્ની છે તો અમે આખું ગુજરાત શુટ કર્યું છે દીવ, દમણ, દ્વારકા, સોમનાથ, રાજકોટ, બરોડા, અમદાવાદ અને ગોવા આ જગ્યાએ શૂટિંગ કર્યું છે. આ ઉપરાંત વત્સલ કહે છે કે અભિજીત ભાઈએ બ્વ મસ્ત સોંગ તૈયાર કર્યા છે આ ફિલ્મમાં 2 સોંગ છે. ફિલ્મમાં બવ બધા ડાયલોગ છે.
આપણી ભાષાને સપોર્ટ કરો: જ્હાન્વી ચૌહાણ
ફિલ્મ ‘સરપ્રાઇઝ’ ગતરોજ એટલકે 16 મે 2025ના રોજ રિલીઝ થઈ છે. જ્હાન્વી કહે છે કે આ ફિલ્મ વિષે કહું તો ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આવાં વિષય પર ફિલ્મ બની જ નથી. જેટલી પણ ફિલ્મો આવે તેને સપોર્ટ કરો. આપણી ભાષાને સપોર્ટ કરો, આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો, બધા સાથે જોઈ શકો તેવી ફિલ્મ છે.
ફિલ્મને પ્રથમ દિવસે મળ્યો શાનદાર રિસ્પોન્સ
મૌલીન પરમાર લિખિત, સચીન બ્રહ્મભટ્ટ દિગદર્શિત તથા વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ અભિનિત ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝને પ્રથમ દિવસે મળ્યો શાનદાર રિસ્પોન્સ. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી આ ફિ્લ્મની દેશભરમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી. તેમજ આ ફિલ્મનું ટ્રેલર સલમાન ખાન, બોબી દેઓલ, સોહેલ ખાન, ઇરફાન પઠાણ, સોનુ સુદ, અજય દેવગન, કાજોલ અને અરબાઝ ખાન શેર કરી ચૂક્યા છે.