Abtak Media Google News

ડીલેવરી સમયે કોઈ પણ મહિલા 1 અથવા તો 2 જોડ્યા બાળકોને જન્મ આપી શકે છે આવું સામાન્ય કિસ્સાઓમાં બનતું હોય છે પરંતુ દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો છે. દક્ષિણ આફ્રિકાની આ મહિલાનું નામ ગોસીઅમે થમારા સિતોલે છે. તેણીએ સાત દીકરા અને ત્રણ દીકરી એમ કુલ 10 બાળકોને જન્મ આપ્યો છે. તેણીએ પોતાનું નામ ગિનિસ બુક ઓફ  વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવ્યું છે. સાંભળતા તો આશ્ચર્ય થાય પણ આ સત્ય ઘટના છે. માત્ર એક મહિના પહેલા માલી દેશની એક મહિલાએ મોરોક્કોમાં નવ બાળકોને જન્મ આપ્યો હતો.

સિતોલેના પતિ ટેબોગો ત્સોતેત્સી જણાવ્યું હતું કે આ બાળકોનો જન્મ 7 જૂને સિઝેરિયનથી પ્રેટોરિયાની એક હોસ્પિટલમાં થયો હતો. ડોક્ટરોએ શરૂઆતમાં ટેબોગોને કહ્યું હતું કે તેની પત્નીના છ બાળકો ઉછરી રહ્યા છે. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે 8 બાળકો છે. ત્યારબાદ ડીલેવરી સમયે તેણીએ 10 બાળકોનો જન્મ આપ્યો . આ આફ્રિકન દંપતી પહેલેથી જ 6-વર્ષના જોડિયા બાળકો પણ છે.

118845468 Sapregnantmumhiressingleuse

‘હું અત્યંત ખુશ છું’

ટેબોગો સોટેત્સી હાલમાં બેરોજગાર છે. ટેબોગોએ કહ્યું કે તે બાળકોના જન્મ પછી ખૂબ જ ખુશ અનુભવે છે. તેમણે કહ્યું, ‘આ 10 બાળકોમાંથી 7 પુત્ર અને 3 પુત્રીઓ છે. મારી પત્ની સાત મહિના અને 7 દિવસથી પ્રેગ્નેટ હતી. હું બહુ ખુશ છું હું ખૂબ ભાવનાશીલ છું. હું હવે વધારે બોલવાની સ્થિતિમાં નથી.

 

અગાઉ પણ આવી એક ઘટના સાઉથ આફ્રિકામાં બની છે જેમાં માલી દેશની એક મહિલાએ મોરોક્કોમાં નવ બાળકોને જન્મ આપ્યો. માલી સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે માતા અને બાળકો સ્વસ્થ છે. આ મહિલાના કિસ્સામાં પણ શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પેટમાં 7 બાળકો છે. જોકે તેણે 9 બાળકોને જન્મ આપ્યો છે. અત્યાર સુધીમાં 6 બાળકોના સફળ જન્મની ઘટના દુર્લભ માનવામાં આવતી હતી પરંતુ હવે મહિલાએ 10 બાળકોને પણ જન્મ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.