ઉપલેટામાં સ્કૂલમાં સંક્રમણના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સરપ્રાઇઝ વિઝીટ

કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સુચના અપાઇ

અબતક, કિરીટ રાણપરિયા, ઉપલેટા

ઉપલેટાની ખાનગી સ્કૂલના 12 જેટલા બાળકોને કોરોના પોઝીટીવ આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતની ટીમ દ્વારા પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝીટ લઇ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી અને જો પાલનનો ભંગ થશે તો કાર્યવાહી કરવા ચિમકી આપી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, શાસના અધિકારી તુષાર પટેલ સહિતની ટીમ શહેરની કિલોલ સ્કૂલ, ઘોડાસરા સ્કૂલ, સેન્ટમેરી સ્કૂલ, નોબલ સ્કૂલ, ભગવતસિંહજી ક્ધયા શાળા, નચિકેતા, મધુબેન દેસાઇ પ્રાથમિક શાળા, સિહાર સ્કૂલ, મિનાબેન સુવા સ્કૂલ, તાલુકા પ્રાથમિક શાળા, શાંતિ જુનિયર સ્કૂલ સહિત 10 ટીમોની સરપ્રાઇઝ વિઝીટ કરી સ્કૂલના સ્ટાફ તેમજ શાળા સંચાલકો સાથે મિટીંગ કરી ચેરમેન નિકુલ ચંદ્રવાડિયાએ જણાવેલ કે સ્કૂલમાં 50% હાજરીનું ચુસ્તપણે પાલન કરવું, સ્કૂલમાં બાળકો સિવાય કોઇને પ્રવેશ આપવો નહિં, બાળકના માતા-પિતાને ગેઇટ પાસે જ ઉભા રાખવા, સ્કૂલમાં દાખલ થતા બાળકોનું ટેમ્પરેચર માપવું, માસ્ક પહેરી રાખવું, બાળકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતનું સુચના અપાઇ હતી, જો સરકાર દ્વારા કોરોના ગાઇડ લાઇન આપવામાં આવી છે. તેનો ભંગ કરવામાં આવશે તો શાળા સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જ્યા બાર બાળકોને કોરોના આવ્યા મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ નગરપાલિકા દ્વારા સેનીટાઇઝ કરાયું

પાલિકા પ્રમુખ મયુર સુવાએ સ્વયં જઇ કર્યું જાત નિરિક્ષણ

શહેરની પ્રથમ હરોળની ગણાતી સ્કૂલના 12 બાળકોને કોરોના પોઝીટીવ આવતા પાલિકા પ્રમુખ તેમની ટીમ લઇ સ્કૂલને સંપૂર્ણે સેનીટાઇઝર કરી સ્કૂલની વિઝીટ કરી હતી. મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના 12 બાળકોને પોઝીટીવ કેસ આવ્યા બાદ અન્ય બાળકો અને વાલીઓમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે શાળા સંચાલક દ્વારા તમામ વાલી અને વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ કરવા અપિલ કરી હતી. જ્યારે પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા તેમની આરોગ્ય વિભાગ ની ટીમ સાથે  મધર્સ પ્રાઇડ સ્કૂલ જઇ સંચાલકો સાથે બેઠક કરી શાળાને સંપૂર્ણ તમામ રૂમમાં સેનેટાઇઝર કરવામાં આવ્યું હતું અને શાળા સ્ટાફને કોરોના ગાઇડ લાઇનનો અમલ કરી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે અપિલ કરી હતી.

જ્યા બાર બાળકો પોઝીટીવ થયા ત્યાં 70 જણાના સ્ટાફ, 100 વિદ્યાર્થી નેગેટીવ આવ્યા

ગઇકાલે જ્યાં 12 બાળકો સ્કૂલમાં પોઝીટીવ આવ્યાને મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ 70 જેટલા સ્ટાફ અને 100 જેટલા બાળકોના કોરોના ટેસ્ટ કરાતા તમામ લોકો નેગેટીવ આવેલ હતાં. આરોગ્ય વિભાગ અને નગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતાં.