Abtak Media Google News

કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં ફક્ત એક જ  બાળકને જન્મ આપી શકે છે પરંતુ એક મહિલાએ એક જ વર્ષમાં ૩ બાળકોને જન્મ આપ્યો છે. આ ઘટના ઇંગ્લેન્ડમાં રહેતી એક મહિલાની છે જેણે એક વર્ષથી ઓછા સમયમાં 4 બાળકોને જન્મ આપ્યો.

ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં રહેતી 31 વર્ષીય જેસિકા પ્રિચાર્ડે મે 2020 માં પુત્રી મિયાને જન્મ આપ્યો હતો અને તેના 11 મહિના પછી એપ્રિલ 2021માં તેણે એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેસિકા એક શિક્ષિકા છે અને તેણીને પોતાને પણ ખ્યાલ નહોતો કે તેઓ એકસાથે ત્રણ બાળકોની માતા બનશે. આ વિશે વાત કરતાં જેસિકાએ ડેઇલી મેઇલને કહ્યું કે લોકડાઉન અમારા માટે પડકારો અને ખુશીઓથી ભરેલું છે. અમે લોકડાઉનમાં બાળકને જન્મ આપ્યો અને પછી એક વર્ષની અંદર મેં વધુ ત્રણ બાળકોને જન્મ આપ્યો. મારા પતિ અને હું બંને ખૂબ જ આઘાત પામ્યા હતા પરંતુ ત્રણ બાળકોની વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

Screenshot 3 9

ઉલ્લેખનીય છે કે, જેસિકાને આઠ વર્ષની પુત્રી મોલી પણ છે. મોલી તેના ચાર નાના ભાઈબહેનો કરતા ઘણી વરિષ્ઠ છે અને તે તેમની ખૂબ કાળજી લે છે. જેસિકાએ કહ્યું કે કોરોનાના સમયગાળાને કારણે તેના માટે વસ્તુઓ મુશ્કેલ બની ગઈ છે અને તેના માટે એકસાથે ચાર નાના બાળકોનો ઉછેર કરવો સરળ રહેશે નહી. તેણીએ કહ્યું કે કોરોના માર્ગદર્શિકાને કારણે, હું જાતે જ સ્કેન માટે ગઈ હતી. તે સમયે સોનોગ્રાફરે મને કહ્યું હતું કે જોડિયા જન્મી શકે છે. હું તે સમયે થોડો આશ્ચર્ય પામી હતી પરંતુ તે પછી સોનોગ્રાફરે ફરી એકવાર તપાસ કરી અને મને કહ્યું કે મારે જોડિયા નહીં પણ તમને ત્રણ બાળકો થશે.

Screenshot 4 6

જેસિકાએ કહ્યું કે આ સાંભળ્યા પછી હું કંઈ બોલી શકી નહીં. જ્યારે હું મારા ઘરે ગઈ અને મારા પતિને આ વિશે કહ્યું, ત્યારે તે પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને વિશ્વાસ ન કરી શક્યા, પરંતુ જ્યારે મેં તેને સોનોગ્રાફીની કરેલી તસવીરો બતાવી, ત્યારે તેને ખાતરી થઈ. જોકે, આ સમાચાર સાંભળીને તે ખૂબ જ ખુશ થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.