ફૂગથી ઘેરાયેલા રાજકોટના એન્જીનીયર યુવાનને નવ જીવન આપતા ડો. આકાશ દોશી

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છની સુપ્રસિઘ્ધ અને એકછત્ર હેઠળ તમામ પ્રકારની બીમારીની સારવાર માટે અતિઆધુનિક સાધન, સુવિધા અને તમામ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવતી હોસ્પિટલ છે. કોરોના વાયરસ બાદ જીવલેણ રોગ મ્યુકોરમાઇકોસીસ જેવા ફંગલ ઇન્ફેકશનો ફેલાયા છે. જે ફુગ અથવા ચેપથી ફેલાય છે. આવા ફંગલ ઇન્ફેકશનના ઝડપી અને સમયસર નિદાન માટે ચેપી રોગના નિષ્ણાંત તબીબી પાસે સલાહ સારવાર લેવી અત્યંત જરુરી છે.

વોકહાર્ટ હોસ્પિટલના ચેપી રોગના નિષ્ણાંત ડો. આકાશ દોશીએ ચેપી રોગોની માહીતી આપતા જણાવેલ હતું કે, વ્યાપક પ્રકારના ફુગથી ફેલાતા ચેપને કારણે તબીબી વિજ્ઞાનનું ક્ષેત્ર પડકારરુપ બની ગયું છે. ફંગલ ચેપ એ વિવિધ પ્રકારની ફુગની પ્રજાતિઓને કારણે થતો દુર્લભ ચેપ છે. આવા રોગ માટે સમયસરની અને યોગ્ય સારવારની આવશ્યકતા છે.

ડો. આકાશ દોશીએ જણાવેલ કે હાલમાં વોકહાર્ટ હોસ્પિટલમાં એક ર6 વર્ષીય એન્જીનીયર યુવાન અનોખી અને અજાણ બીમારીની સારવાર માટે આવેલ હતા. દર્દીને છેલ્લા એક મહિનાથી પીડા વગર પેશાબમાં કયારેકલોહી આવતું હતું. તેની સામાન્ય તપાસ અને સીટી સ્કેન કરતા માલુમ પડયું કે તેની ડાબી કિડનીમાં તકલીફ અને ઇજા છે. ત્યારબાદ તેની છાતીનું પણ સીટી સ્કેન કરવામાં આવેલ હતું. તેને મ્યુકોરમાઇક્રોસીસ ઇન્ફેકશન થયેલ છે. ત્યારબાદ દર્દીને યોગ્ય માર્ગદર્શન અને દાખલ થવાની સલાહ આપવામાં આવી.દર્દીને જયારે દાખલ કરવામાં આવ્યા તાત્કાલીક તેને એન્ટિ ફંગલ દવાઓ શરુ કરવામાં આવી.

ત્યારબાદ બાયોપ્સીના રિપોર્ટ ચકાસી અને દર્દીના મગજ અને કીડનીની સર્જરી કરવામાં આવી. નવા બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળેલ હતું કે તે એક અગલ પ્રકારની ફુગ એસ્પરગિલસ છે.આ કેસ ફુગના ચેપમાં નિપુર્ણતાનું મહત્વ દર્શાવે છે. દર્દીને જીવલેણ ફંગલ ચેપ હતો. અને તાત્કાલીક નિર્ણય અને યોગ્ય સારવારથી યુવાનનું જીવન બચી ગયું  ચોકકસ એન્ટિફંગલ દવાઓ તેની માત્રા અને સમયસરની સારવાર દર્દીનું જીવન બચાવી શકે છે.આવા વિવિધ પ્રકારના ફંગલ ઇન્ફેકશન માટે યોગ્ય એન્ટિફંગલ દવાઓ અને સચોટ નિદાન ખુબ જ જરુરી છે.