Abtak Media Google News

મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાની મુલાકાત લઇ પુરગ્રસ્તો સાથે કર્યો સંવાદ: કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી-પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્યની સરાહનીય કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના આ સમયમાં સરકાર તેમની પડખે છે તેવી હૈયા ધારણા આપી હતી. ત્યાર બાદ તેમણે રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી.

Bhupendra Patel 4

મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં નૂકશાનીના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવેલ ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરી હતી.

આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી – પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય છે. આ કપરા સમયમાં જિલ્લાના ગ્રામિણ વિસ્તારોના 3306 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ, જે પૈકી 2733 જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત 517 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે વરસાદના જે પાણી ભરાઇ ગયા હતા તે હવે ઓસરી ગયા છે. જિલ્લામાં જિલ્લાના 82 જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર 3 ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં આવતીકાલ સુધીમાં જનજીવન પૂર્વવત થઈ જશે તે રીતે કાર્યવાહી થઈ રહી છે.

Bhupendra Patel 1 1

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉપસ્થિત રાજકોટ જિલ્લાના સાંસદઓ તેમજ ધારાસભ્યઓએ રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને વરસાદ બાદ રોડ-રસ્તા,ખેતર, ઘરો અને જાનમાલની થયેલ નુકસાનીનો વહેલી તકે સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પુરી પાડવા સૂચન કરાયું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ પહેલા, દરમ્યાન તેમજ ત્યારબાદ લોકોનું સલામત સ્થળે કરવામાં આવેલ સ્થળાંતર, બચાવ, રાહત, પાણીના નિકાલ અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રેન્જ આઇજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કુદરતી આફત સમયે પોલીસ દ્વારા બચાવ, રોડ ડાયવર્ઝન સહિતની કરવામાં આવેલ કામગીરીની માહિતી મુખ્યમંત્રીને પુરી પાડી હતી. આ તકે મુખ્ય સચિવ પંકજકુમારે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. મુખ્યમંત્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, અગ્રણીઓ મનસુખભાઈ ખાચરિયા, મનીષભાઈ ચાંગેલા,પી.જી.વી.સી.એલ.ના એમ. ડી. ધીમંત વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Bhupendra Patel 2

મુખ્યમંત્રી પટેલે અસરગ્રસ્ત થયેલા વાગુદડ ગામ ખાતે મુલાકાત લઇને અહિં રહેતા અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં મુખ્યમંત્રી પટેલે તેઓની સાથે સીધો સંવાદ કરી તેમને થયેલા નુકશાનનો કયાસ કાઢયો હતો. આ તકે મુખ્યમંત્રી પટેલે અસરગ્રસ્ત પરીવારોની વેદનાને જાણી તેઓ પ્રત્યે સંવેદના વ્યકત કરતા રાજય સરકાર દ્વારા તમામ પ્રકારની મદદની હૈયાધારણ આપી હતી. આ તકે તેઓએ વાગુદડ ગામના રહીશ એવા વિરમભાઇ પુંજાભાઇ મોડેદરાના પરીવાર કે જેઓ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓને ટીફીનની સેવા આપી રહયા છે, તેઓની મુલાકાત પણ લીધી હતી તથા તેમના રહેણાંકમાં થયેલ નુકશાની અંગે જાત મુલાકાત બાદ તેઓને સાંત્વના સાથે તમામ મદદની હૈયાધારણા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.