Abtak Media Google News

હજારો વર્ષોથી ભારતના લોકો સૂર્યને જીવનદાતા માની તેની વિવિધ રીતે પૂજા-ચર્ચા કરે છે. સૂર્યને માન આપવાની પઘ્ધતિઓ માની એક પઘ્ધતિ કેટલીક યૌગિક કસરતો સાથે સંકળાયેલી છે. જે સૂર્યનમસ્કાર  તરીકે જાણીતી છે. આ યુગોપુરાણી યૌગિક ક્રિયા, સમગ્ર શરીરને સ્વસ્થ અને સુડોળ બનાવે છે. શરીરના સંવાદીત વિકાસ માટેની આ વૈજ્ઞાનિક પઘ્ધતિ છે.

આ ગતિશીલ કસરત બધી મળીને કુલ ૧ર સ્થિતિ દ્વારા સંપૂર્ણ બને છે. આમ તો એમા બધી મળીને  આઠ જ સ્થિતિ છે પરંતુ એમાની કેટલીક સ્થિતિનુ પુનરાવર્તન થાય છે. આ હલનચલન સાથે શ્ર્વાસનો વિશિષ્ટક્રમ સંકળાયેલો છે શરીરની સુચારુ ગતિ અને લયબઘ્ધ શ્ર્વસનને કારણે મન અને શરીર સરળતાથી પરસ્પર સંયોજાય છે આ કસરતથી શરીરના બધા તંત્રો, અવયવો અને સ્નાયુઓ નરમ તેમજ સુદ્રઢ બને છે જેના કારણે શરીર લચીલુ અને મન સાવધાન બને છે આમ બધી કસરતોમાં સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ છે.

Surya-Namaskar-Gives-Health-And-Longevity
surya-namaskar-gives-health-and-longevity

સૂર્ય નમસ્કારની વિધિ

સ્થિતિ-૧:-ઓમ મિત્રાય નમ: બોલતા બોલતા સૂર્ય સામે મુખ રાખીને સીધા ઉભા રહો નોર્મલ બ્રિધીગ સાથે બન્ને હાથ કોણીમાંથી વાળીને છાતી સામે નમસ્કાર મુદ્રા રચો આ પ્રાર્થનાસન થયું.

સ્થિતિ-ર:- ત્યારબાદ ઓમ સ્વયે નમ: બોલતા બોલતા શ્ર્વાસને અંદર લેતા બન્ને હાથને મસ્તક પર સીધા ઉંચો કરો અને કમરને પાછળ ઝુકાવો ધુંટણમાંથી પગ અને કોણીમાંથી હાથ વળે નહીં તેનું ઘ્યાન રાખો આ અર્ધ ચંદ્રાસન થયું.

સ્થિતિ-૩:-ઓમ સૂર્યાય નમ: નો જય કરતા બન્ને પગ ભેગા રાખી સીધા ઉભા રહો. શ્ર્વાસ છોડતા છોડતા કમરમાંથી આગળ ઝુકો હથેળીઓ પગના પંજાની બહારથી સહેજ પાછળ ભૂમિ પર ટેકવો અને મસ્તકને ધુંટણોની વચમાં રાખો આ પાદકસ્તાસન થયું.

સ્થિતિ-૪:-ઓમ ભાનવે નમ: ના ઉચ્ચાર સાથે શ્ર્વાસ લેતા લેતા ડાબા પગને પાછળ ખેંચો અને જમણા પગને ધુંટણમાંથી વાળી તેના પર શરીર ઝુંકાવો જેથી છાતી જમણા ધુંટણને અડકીને રહે ડાબો ધુંટણ અને પંજો ભૂમિ પર ગોઠવો આ નમસ્યાસન થયું

સ્થિતિ-પ:-ઓમ ખગાય નમ: શ્ર્વાસ છોડતા છોડતા જમણા પગને પાછળ લંબાવો અને બન્ને પગના પંજા ભેગા રાખો, સીધા ખેંચેલા હાથ અને પગના ટેરવાઓ પર શરીરને ટેકવેલું રાખો એમ કરતાં પગને ધુંટણમાંથી સીધા રાખી શરીરનો ઉપરનો ભાગ પણ ખેંચીને સીધો રાખો આ શ્ર્વાનાસન થયું

સ્થિતિ-૬:-શ્વસન ક્રિયામાં શ્ર્વાસ લેતા લેતા ઓમ પુષ્ણે નમ: નો ઉચ્ચાર કરી શરીરને ઉંચુ કરી મસ્તક ઝુકાવો અને એને બન્ને ભુજાઓની વચમાં લાવો, એડીઓ ભૂમિ પર અડકાડેલી રાખો. આ ઊંટજાસન થયું

સ્થિતિ-૭:-શ્વાસ છોડતા છોડતા ઓમ હિરણ્ય ગર્ભાય નમ: ના ઉચ્ચારણ સાથે શરીરને નીચુ કરી છાતી, દાઢી અને ધુંટણોને હળવેથી સહેજ ભૂમિને અડાડો પેટ અને પેઢુને ભૂમિથી ઉંચા ઉઠાવી રાખો. શરીરનું વજન હથેળીઓ અને પગના પંજાઓ પર રહેશે આ પીપીલીકાસન થયું

સ્થિતિ-૮:-શ્વાસ લેતા લેતા ઓમ મરીચયે નમ: બોલતા બોલતા કોણી અને ધુંટણ સીધા રાખો કમરને પાછળ ઝુકાવી મસ્તક ઊંચુ કરો સાથળ અને પેઢુને ભૂમિથી ઊંચા રાખો શરીર અને વળેલી કમરને પાછળ ખેંચો આ વિતનાસન થયું

સ્થિતિ-૯:- શ્વાસ છોડતા છોડતા ઓમ આદિત્યાય નમ: નો ઉચ્ચાર કરતા શરીરને મઘ્યમાંથી ઉંચુ કરો અને આખુ શરીર સીધુ કરી શ્ર્વાનાસન ની સ્થિતિમાં આવ્યો.

સ્થિતિ-૧૦:- શ્વાસ ભરતા ભરતા ઓમ સવિશે નમ: ના ઉચ્ચારણ સાથે ડાબા પગને આગળ લાવી તેનો પંજો બન્ને હાથના પંજાની વચમાં ગોઠવો. શરીરને આગળ ઝુકાવી છાતી ડાબા ધુંટણને અડકાડો જમણા પગને વાળી તેનો ધુંટણ પણ ભૂમિને અડકાડો આ રીતે નમસ્યાસનમાં પણ ફરો.

સ્થિતિ-૧૧:- શ્વાસ છોડતા છોડતા ઓમ અકાર્ય નમ: નું ઉચ્ચારણ કરી જમણા પગને આગળ લંબાવી તેનો પંજો ડાબા પગના પંજા સાથે ગોઠવો બન્ને પગને ધુંટણમાંથી સીધા કરી મસ્તકને ધુંટણો વચ્ચે ગોઠવો આ રીતે પાદહસ્તાસન માં પાછા ફરો

સ્થિતિ-૧ર:-શ્વાસ ભરતા ભરતા ઓમ ભાસ્કરાય નમ: નું ઉચ્ચારણ કરતા હતા હાથને મસ્તક પર સીધા કરી અર્ધચંદ્રાસન ની સ્થિતિમાં પાછા ફરો.

સૂર્ય નમસ્કારના અભ્યાસ માટેનો યોગ્ય સમય

  • સૂર્ય નમસ્કારનો અભ્યાસ દિવસ દરમિયાન ગમે ત્યારે થઇ શકે તેમ છતાં યૌગિક પઘ્ધતિ મુજબ ઉગતા તથા આથમતા સૂર્ય સામે ઉભા રહીનેતેનો અભ્યાસ કરવો જોઇએ.
  • સૂર્ય નમસ્કારની ઓછામાં ઓછી પાંચ આવૃતિ કરવી  ધીરે ધીરે વધારતા જવું અને ૧ર આવૃતિ કરવી સ્વાસ્થ્ય માટે હિતાવહ

સૂર્ય નમસ્કારના લાભ

  • સૂર્ય નમસ્કાર સમગ્ર શરીર પર વિપુલ માત્રામાં શુભ અસર કરે છે
  • એ પેટના અવયવોને રૂઢ કરે છે તથા પાચન ક્રિયાને ઉત્તેજીત કરે છે.
  • ફેફસાને મજબુત કરે છે. રકત શુઘ્ધિ કરે છે, શરીરમાં રહેલા કેટલાક વિષદ્રવ્યોને દૂર કરે છે. મળાવરોધ દૂર કરે છે.
  • સૂર્ય નમસ્કારથી જ્ઞાનતંત્ર સચેત બને છે વાળ સફેદ થતાં અટકે છે અને યુવાની દીર્ધકાળ ટકી રહે છે.
  • શરીર સુગઠિત રહે છે તથા કાંડા, હાથ, ખભા, ગરદન, પીઠ અને પગ મજબુત બને છે.
  • વધારાની ચરબી દુર થાય છે અને પેટના સ્નાયુઓ દ્રઢ તથા મજબુત બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.