Abtak Media Google News

દીવમાં એક મહિલાનું મોત નિપજ્યા બાદ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પ્રશાસન કહે છે હાર્ટ એટેકથી મોટ નીપજ્યું હતું જ્યારે કેટલાક લોકોએ મહિલાનું મોત કોરોનાથી નિપજ્યાની શંકા વ્યક્ત કરી હતી.

જો મહિલાનું મોત હાર્ટ એટેકથી થયું હોય તો શા માટે તેના મૃતદેહને લઈને પીપીટી કિટ પહેરેલા લોકો આવ્યા? તેવા વેધક સવાલ ઉઠી રહ્યા છે.

વૃદ્ધાના મોતને લઈ બીજો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શા માટે તેની અંતિમવિધિ ને લઈને થઈ આટલી મોટી બબાલ? દીવ ના વણાંકબારા ની 65 વર્ષીય મહિલા નું મૃત્યુ થયું.દીવ સ્વાસ્થ્ય વિભાગ આ મહિલા ના મૃત્યુને હાર્ટટેક થી મૃત્યુ થયું તેવું ડિકલેર કરે છે.

Screenshot 3 13

આ મહિલા લાંબા સમય થી બિમાર હતી.તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેવી શંકા છે. મહિલા કોરોના પોઝિટિવ આવ્યા હતા એટલા માટે ગામ ના લોકોએ વિરોધ કર્યો હોવાનું જાણવા મળે છે. મહિલા વણાંકબારા ની હોય તો શા માટે મલાલા અને નાગવા ગામ ના શમશાને મહિલા ના મૃતદેહ ની અંતિમક્રિયા કરવાં ગયા ? તે પણ સવાલ છે.
આવા અનેક લોકો ચર્ચિત સવાલો વચ્ચે આ મહિલાના મૃત્યુ નું રહસ્ય હજુ અકબંધ છે.

Screenshot 2 31
કોરોના પોઝિટિવ થી એક મોત થયું છે. હાલ દીવમાં 26 કેસ એક્ટિવ છે. 22 કેસ સાજા થઈ ઘરે રવાના થયા છે. 2 કોરોના પોઝિટિવ માઈગ્રેટ છે.
હાલ અત્યાર સુધીમાં કુલે-50 પોઝિટીવ કેસ નોધાયા છે. કુલે 22 કન્ટેન્મેન્ટ ઝોન અને 1 બફર ઝોન ડિકલેર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.