રાજકોટથી ઝડપાયેલા બંને આંતકીનું નેટવર્ક દેશવ્યાપી

terrorrist | rajkot
terrorrist | rajkot

આઇએસ કનેકશન ધરાવતા બંને આંતકીની પૂછપરછ અને લેપટોપમાંથી ચોકાવનારી વિગતો બહાર આવતા ગુજરાત ઉપરાંત અન્ય રાજયની પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું: વસીમ અને નઇમ ડાર્કવેબનો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું.

રાજકોટના વસીમ અને ભાવનગર રહેતા તેના ભાઇ નઇમની આઇએસ સાથેના કનેકશન અને રાજયમાં આંતકી હુમલો કરવાનું ખૌફનાક કાવત‚ ઘડવાના ગુનામાં એટીએસની ટીમે ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ અને તેના લેપટોપ અંગે કરાયેલી તપાસમાં આઇએસનું નેટવર્ક દેશ વ્યાપી હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. બંને આંતકીના સંપર્કમાં રહેલા ૪૦ જેહાદીઓ પૈકી રાજકોટના પાંચ અને અમદાવાદના ચાર શખ્સોની એટીએસને ડીટેઇલ મળતા તમામની શોધખોળ શ‚ કરવામાં આવી છે.

વસીમ રામોડીયા અને નઇમ રામોડીયાની એટીએસની ટીમે ઝડપી તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી કબ્જે કર્યા બાદ બંનેની પૂછપરછ દરમિયાન બંને ભાઇઓએ ગુજરાતના કોઇ પણ શહેરમાં આંતકી હુમલો કરવાનું કાવત‚ ઘડયું હતું. બંને આંતકીઓની સાથે ૪૦ જેટલા જેહાદી માનસિકતા ધરાવતા શખ્સો સતત સંપર્કમાં હોવાનું પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. જેહાદી માનસિકતા ધરાવતા ૪૦ જેટલા શખ્સોની પોલીસ પાસે યાદી આવતા તે અંગે ઉંડી તપાસ શ‚ કરતા રાજકોટના પાંચ અને અમદાવાદના ચાર શખ્સોની ઓળખ મળી હતી. તમામ શખ્સો છેલ્લા એક વર્ષથી સતત સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટના પાંચ અને અમદાવાદના ચાર શખ્સો વસીમ અને નઇમ સાથે નેટ ચેટીંગ કરતા હોવાનું અને મોબાઇલમાં જુદી જુદી સોશ્યલ મિડીયાની સાઇટોને ફોલો કરતા હોવાનું અને ઇસ્લામિક ખલીફાના રાજ અંગે પણ ચર્ચા કરતા વિશ્ર્વના આઇએસ દ્વારા થયેલા આંતકી હુમલા અંગે પણ ચર્ચા હોવાનું એફએસએલ દ્વારા લેપટોપની હાર્ડડીસ્કમાંથી ચેટ હિસ્ટ્રી મેળવી હતી.

વસીમ અને નઇમ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરેલા અને તેલગણાના કેટલાક શખ્સોના સંપર્કમાં હોવાનું બહાર આવતા આઇએસનું નેટવર્ક દેશ વ્યાપી હોવાનું જણાતા બંને આંતકીઓની પૂછપરછ માટે અન્ય રાજયની પોલીસ પણ ગુજરાતમાં આવી છે. વસીમ અને નઇમ સાથે સંપર્કમાં રહેલા જેહાદીઓ જ હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા સાથે દેશભરની પોલીસ દોડતી થઇ ગઇ છે. ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા ઉંડી તપાસ કરી મોટા ધડાકા ભડાકા કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

એટીએસની ટીમ દ્વારા વસીમ અને નઇમ રામોડીયાના બેન્ક એકાઉન્ટ અંગે પણ તપાસ શ‚ કરી તેના બેન્ક એકાઉન્ટમાં આઇએસ દ્વારા કોઇ ફંડ જમા કરાવવામાં આવ્યું છે કે કેમ અને બંને આંતકીઓ ડાર્કવેબનો ઉપયોગ કરતા હોવાથી તેનો ગુગલ પરથી સર્ચ થઇ શકે તેમ ન હોવાનું અને ડાર્કવેબનો ઉપયોગ માત્ર ત્રાસવાદી સંગઠનો દ્વારા કરવામાં આવતો હોવાનું પોલીસસુત્રો જણાવ્યું છે.