રાજકોટ : દૂધમાં ભેળસેળની શંકા: વધુ બે ડેરી ફાર્મમાંથી નમૂના લેવાયાં

ખાણીપીણીના 35 વેપારીઓને ત્યાં ચેકીંગ:22 ને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ અને લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં ખાણી-પીણીના 15 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 10 પેઢીઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

સીતારામ ડેરી ફાર્મ,ખોડિયાર જનરલ સ્ટોર,માધવ હોટેલ,ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ,શિવશક્તિ માર્ટ,શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર, દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર, બંશીધર પ્રોવિઝન સ્ટોર,લક્ષ્મી પ્રોવિઝન સ્ટોરનેલાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

પોપટપરા વિસ્તારમાં શિવ કિરાણા ભંડા,સર્વોદય કોલ્ડ્રિંક્સ,શ્રી રામ પ્રોવિઝન સ્ટોર,શિવ જનરલ સ્ટોર,વિનાયક મેડિકલ સ્ટોર,શ્રદ્ધા મેડિકલ સ્ટોર ,મહાદેવ કરિયાણા ભંડાર,ક્રિશ્ના ઘૂઘરા એન્ડ પકોડા ,રિધ્ધિ સિધ્ધી સેલ્સ જનરલ સ્ટોર,શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર ,વિશાલ પાન અને રાજશક્તિ આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

ઉત્સવ સોસાયટીમાં નાગભાઈ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને શ્યામ પાર્કમાં રામ રનુંજા મંદિર પાસે ગજાનંદ ડેરી ફાર્મ- જનરલ સ્ટોરમાંથી દૂધના નમૂના લેવાય હતા.