સસ્પેન્સ થ્રીલર ‘ધુંઆધાર’ ફિલ્મને જબ્બર પ્રતિસાદ મળશે: અભિનેતા મલ્હાર ઠાકર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ વખત

ફિલ્મમાં પણ એક કાઠિયાવાડી ફલેવર લેવા માટે ‘કાઠિયાવાડી લહેકો’ આપવાનો પ્રયાસ કરાયો છે: દિપ ધોળકીયા

ગુજરાતી સિને જગત આજે ખૂબ પ્રગતિ કરી રહી છે અને લોકો માટે અવનવીન કેટેગરીની ફિલ્મ્સ પણ લાવી રહી છે ત્યારે રેહાન ચૌધરી દ્વારા ડાયરેક્ટ થયેલી આ ફિલ્મ તાજેતરમાં  પાન  ઈન્ડિયા તમામ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મના  મુખ્ય કલાકાર તરીકે માલહર ઠાકર સહિત હિતેન કુમાર, દીપ ધોળકિયા, અલિશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી અને ડીમ્પલ પ્રજાપતિ ધુંઆધાર ફિલ્મમાં કિરદાર ભજવતા જોવા મળ્યા છે ત્યારે આ ફિલ્મની તમામ સ્તરકાસ્ટ સહિત ડિરેક્ટર રેહાન ચૌધરી રાજકોટના રિલાયન્સ મોલ આઇનોક્સ ખાતે ફિલ્મ પ્ર્મોશન માટે હાજર રહ્યા હતા.  મલ્હાર ઠાકર સહિત દીપ ધોળકિયા, અલિશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી, ડીમ્પલ બિસ્કીટવાલા સહિત ડિરેક્ટર રેહાન ચૌધરીએ ચાહકો અને રાજકોટવાસીઓને આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોવા અપીલ કરી હતી.

મલ્હાર ઠાકર અબતક સાથે ખાસ વાતચીત દરમ્યાન જણાવ્યું હતુ  કે તેઓનો રોલ આ ફિલ્મમાં એક બોક્સરનો રહ્યો છે તો ફિલ્મની રાયયારી સમયે ચેલેંજિંગ ફિટનેસ સેશન સાથે ડાયટ પણ મેનતેં કર્યું હતું એક ફૂડી છું હું પણ કામ તરફ નિષ્ઠાપૂર્વક મેહનત કરી આ કિરદારને ન્યાય આપવાની પૂરી કોશિશ કરી છે. દર્શકો માટે ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં સૌપ્રથમ વખત સસ્પેન્સ થ્રિલર આવી રહી છે ત્યારે દર્શકો પણ આને જબ્બર પ્રતિસાદ આપે એવી આશા છે.

દીપ ધોળકિયા અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન ફિલ્મમાં તેમના કિરદાર પર પ્રકાશ પડતાં  કહ્યું હતુ કે ફિલ્મમાં તેઓ મલ્હાર ઠાકરના ખાસ મિત્ર અને હિતેન કુમારના ભાઈ નો કિરદાર છે અને ફિલ્મ મારા કિરદારના ઇર્ધ-ગિર્ધ છે. કાઠ્યાવાડ અને એમાં પણ ખસતો રાજકોટની વાત કરીયે તો મારા મામાનું ઘર છે અહી આટલે એક સોફ્ટ કોર્નર તો હરહમેશ રહ્યો જ છે સાથે ફિલ્મમાં પણ એક કાઠિયાવાડી ફ્લેવર માટે મારા કિરદારને કાઠિયાવાડી લહકો આપવાનો મારો મત રહ્યો હતો કારણકે મલહારની ભાષામાં અમદાવાદી લહકો છે તો ફિલ્મમાં  વિવિધતા દર્શવા આ નિર્ણય લેવાયો હતો.

જયારે નેત્રી ત્રિવેદીએ જણાવ્યું હતુ કે તેમના કિરદાર વિષે વાત કરતાં જણાવે છે કે તેઓનો રોલ આ ફિલ્મમાં એક ઔટ્સ્પોક્ન છોકરી અને એક સેલફિશ પણ પ્રકટીકલ  રહ્યો છે અને તેને જે મનમાં આવે એ જ કરે છે ત્યારે આશા છે લોકો મારા આ કિરદારને અને ધૂયાંધાર ફિલ્મને લોકો પસંદ કરશે.

અલિશા પ્રજાપતિનો રોલ આ ફિલ્મમાં એક્દમ સિમ્પલ છોકરીનો રહ્યો છે જે ઈંડિપેંડેંટ છે અને પોતાનો એક કાફે ચલાવે છે અને અવાર-નવાર આ કિરદારને સિમ્પથી મડતી રહે છે. ડીમ્પલ બિસ્કીટવાલા અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે તેઓનો કિરદાર આ ફિલ્મમાં એક્દમ બોલ્ડ રહ્યો છે જેની પોતાની અલગ જ દૂનયા છે અને ફિલ્મમાં ખસતો એ જોવાનું છે કે મલ્હાર આ કિરદારની લાઈફમાં કઈ રીતે એન્ટર થઈ છે ફિલ્મ ત્યથી અલગ જ મોડ લે છે.