Abtak Media Google News

રૂ. ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં તમામ ધિરાણનાં વ્યાજદરમાં ૨%નો ધરખમ ઘટાડો: યતીશભાઈ દેસાઈ

. ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં સહુને સાથે રાખવા છે, સહુને આનંદિત કરતા જણાવું છું કે ધિરાણના વ્યાજદરમાં ૨ ટકાના ઘટાડા સાથે હવેથી ફક્ત ૧૨ ટકા વ્યાજદરે જ તમામ ધિરાણ મળે છે. આ શબ્દો છે ગોંડલ નાગરિક સહકારી બેન્ક લિ.નાં યુવા ચેરમેન યતીશભાઈ દેસાઈના.

પિતા ગોવિંદભાઈ દેસાઈના સંસ્કાર વારસાને આગળ ધપાવતા, ચેરમેન યતીશભાઈ દેસાઈ વધુ માહિતી આપતા જણાવે છે કે, બેન્ક દ્વારા સભાસદોને ‚ા.૫ લાખના અકસ્માત વીમા કવચની સુરક્ષા પુરી પાડેલી છે. બેન્કમાં સતત સાતમા વર્ષે ઝીરો નેટ એનપીએ નોંધાયેલ છે. ૫૦,૧૫૫ સભાસદ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેન્ક લિ.નાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નાં અન-ઓડીટેડ પરિણામો જોઈએ તો ‚ા. ૨૦૭.૨૧ લાખ નફો ‚ા. ૨૩૮૩૨.૦૨ લાખ ડિપોઝીટ, ‚ા. ૧૩૧૩૨.૧૦ લાખ ધિરાણ, ‚ા. ૨૨૪૦.૮૫ રિઝર્વ છે. બેન્કની ૮ શાખા કાર્યરત છે. જેમાં ગોંડલમાં માંડવી ચોક, ન્યુ સરદાર માર્કેટીંગ યાર્ડ અને ગુંદાળા રોડ ઉપરાંત રાજકોટ, જસદણ, દેરડી (કુંભાજી), સાણથલી અને શાપર (વેરાવળ)નો સમાવેશ થાય છે. બેન્કની ગ્રાહક સુવિધા તરફ એક નજર કરીએ તો, દરેક શાખા સીબીએસથી સજ્જ છે. આરટીજીએસ, એનઈએફટી, એસએમએસ એલર્ટ સુવિધા કાર્યરત છે. સતત ઝીરો નેટ એનપીએ જાળવી સિદ્ધીના નવા શિખરો સર કર્યા છે.

બેન્કની ૬૨ વર્ષથી યાત્રામાં ગોવિંદભાઈ દેસાઈનું યોગદાન અમૂલ્ય અને યાદગાર બની રહ્યું છે. ઈસ. ૨૦૦૪માં બેન્કનાં ચેરમેન તરીકે સુકાન સંભાળી ગોવિંદભાઈએ એક સ્વપ્ન સહુને દેખાડ્યું એ પણ ખલૂી આંખનું સ્વપ્ન, ઝીરો નેટ એનપીએ અને સાથો સાથ ‚ા. ૧૦૦ કરોડની થાપણનો લક્ષ્યાંક મેળવવો. અત્યારે સામાન્ય લાગતી આ વાતની કડવી વાસ્તવિકતા એ કે તે સમયે નફો તો દૂર પરંતુ મીઠા ઉધોગ અને અમુક ધિરાણોને કારણે બેન્કની સ્થિતિ ડામાડોળ હતી.

કનફાને ભૂલી બેન્કને બેઠી કરવી આવશ્યક હતી. જો ચમત્કાર થાય તો જ બેન્ક આ શકય બને તેવી સ્થિતિ હતી, મંઝિલ દૂર નહી પરંતુ ધૂંધળી જ કહી શકાય પરંતુ અર્થશાસ્ત્રના ખેરમાં ગોવિંદભાઈ દેસાઈ જેનું નામ. મુંબઈ રાજયમાં કાયદાના સ્નાતક, બબ્બે દાયકા સુધી નગરપાલિકાનું સફળ સુકાન સંભાળનાર, સત્ય નિષ્ઠા અને સિદ્ધાંતો માટે કોઈપણ સમયે ખરાખરીનો જંગ ખેલનાર ગોવિંદભાઈ દેસાઈની કોઠાસૂઝ, અથાગ જહેમત, સહુને સાથે રાખી સફળ સુકાનીની ભૂમિકાથી ખુબ જ ટુંકાગાળામાં ઝીરો નેટ એનપીએ સાથે ‚ા.૧૦૦ કરોડની ડીપોઝીટનો જાદૂઈ લક્ષ્યાંક સિદ્ધ કર્યો.

પ્રજાવત્સલ આગેવાન સ્વ.ગોવિંદભાઈ દેસાઈનું માર્ચ ૨૦૧૦માં દેહાવસાન થયું. ફકત ૬ વર્ષના ટૂંકાગાળામાં તેમને કરેલા સેવાકાર્યો બેન્ક માટે એક સંભારણું જ બની જ રહ્યા. અનેક પરિવારો તેમના સેવાકાર્યોને યાદ કરી આજે પણ નિયમીત પુજા કરે છે અને એક વડિલની છત્રછાયા ગુમાવ્યાનો આંખમાં આંસુ અને ઘેરા શોક સાથે અફસોસ વ્યકત કરે છે.

વર્ષ ૨૦૧૦માં ગોવિંદભાઈના દેહાવસાન બાદ તેમના પુત્ર યતીશભાઈ દેસાઈએ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો. મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ યતિશભાઈને બેન્કને બિઝનેસમાં રોલ મોડલ બનાવવાનું બિડુ ઝડપ્યું. અદ્યતન ટેકનોલોજીના સથવારે ફકત સાત વર્ષના ટુંકાગાળામાં જ ‚ા.૨૩૮ કરોડની થાપણ સાથે સિદ્ધીના નવા સોપાનો સર કરી ફકત ગોંડલ પંથકમાં જ નહી સર્વત્ર નામના અને ચાહના મેળવી છે. ગત વર્ષની મહત્વપૂર્ણ ઘટના અને સમગ્ર બેન્કિંગ ઉધોગને ધરમૂળથી અસરકર્તા નોટબંધીના પડકાર સામે પ્રગતિના દરેક પારામીટરમાં ખરા ઉતરી ગોંડલ નાગરિક સહકારી બેન્ક લિ.એ સફળતાની એક નવી મિશાલ કાયમ ઉભી કરી છે.

બેન્કની યશસ્વી પ્રગતિ માટે યશ યતીશભાઈ દેસાઈ (ચેરમેન), વલ્લભભાઈ વિરડીયા (વાઈસ ચેરમેન), વલ્લભભાઈ કનેરીયા (મેનેજીંગ ડિરેકટર), ડિરેકટરગણ અને દિલીપભાઈ ભટ્ટ (જનરલ મેનેજર) સભાસદો અને ખાતેદારોના અતૂટ વિશ્ર્વાસને વંદન કરી હાર્દિક આભાર માને છે.

ઓડીટ વર્ગ ‘અ’ ધરાવતી, સતત સાતમાં વર્ષે ઝીરો નેટ એનપીએ સાથે થાપણ-ધિરાણ અને નફામાં ઉતરોતર વૃદ્ધિ સાથે ‘નાના નગરની મોટી બેન્ક’ બની છે ગોંડલ નાગરિક સહકારી બેન્ક લિ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.