Abtak Media Google News

સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી: ભોગ બનનારને બે લાખનું વળતર

ગિર સોમનાથ જિલ્લાની સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ ચાલી જતા  અદાલતે સુત્રાપાડાના રાખેજ ગામના કાંમાંધ શખ્સને 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. જયારે સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂ. બે લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.

સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે રહેતા સુરેશ બાબુભાઇ વાઢેળ એ 17 વર્ષ 9 માસની સગીરા ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયલો અને  અવાર નવાર  બળાત્કાર કરેલો હોવાની સુત્રાપાડા પોલીસમાં ગુન્હો નોંધી તપાસનીશ અધિકારી વી.આર.રાઠોડ એ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા સ્પે. (પોકસો) કોર્ટના જજ  કિર્તી જે.દરજી સમક્ષ કેસ ચાલેલો જેમાં  ફરીયાદી અને અન્ય સાહેદો તેમજ પંચ, ડોકટર અને પોલીસ નો સમાવેશ થયેલ અને જુબાનીઓ દરમ્યાન દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી સરકાર એડવોકેટ કે.ડી.વાળા એ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે મેડીકલ એવીડન્સ તથા અન્ય સાહેદોની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન આપેલ છે

કૃત્યને કોઈ પણ રીતે હળવાશથી લઈ શકાય નહી જેથી સખ્ત સજા કરવા જણાવી વડી અદાલતોના ચુકાદાઓ મુજબ ગુન્હેગાર સાથે સખ્ત હાથે કામ લેવું જોઈએ અને મહત્તમ સજા થવી જોઈએ તેવી રજુઆતોને ધ્યાને લઈ સ્પે. (પોકસો) કોર્ટના જજ કિર્તી જે.દરજી એ આરોપી સુરેશ બાબુભાઈ વાઢેળ તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂા.પ,000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા અને સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂા.ર,00,000 સહાયની ચુકવવા હુકમ કરેલો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.