Abtak Media Google News

‘વનનેસ-વાન’ નામકરણ સાથે કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણ ભારતના ૨૨ રાજ્યોના ૨૮૦ શહેરોની પસંદગી કરાઈ, વેરાવળ ઝોનની બ્રાંચોમાં ૨૦૦થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર

 

અબતક, રામસિંહ મોરી, સુત્રાપાડા

સંત નિરંકારી મિશન દ્વારા ‘અર્બન ટ્રી કલ્સટર’ અભિયાનનો શુભારંભ કર્યો. (જ્ઞક્ષયક્ષયતત-દફક્ષક્ષ)નામના આ પ્રોજેક્ટને સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશિર્વાદથી સંપૂર્ણ ભારતના ૨૨ રાજ્યોના ૨૮૦ શહેરોની પસંદ કરેલ ૩૫૦ સ્થાનો પર ઉજવણી કરી. જેમાં લગભગ ૧,૫૦,૦૦૦ વૃક્ષોને વાવીને ભવિષ્યને એક ઉજ્જવલ સ્વ‚પ આપ્યું.

વેરાવળ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયાએ જણાવ્યું કે ગુજરાતના ૨૧ સ્થળો સહિત વેરાવળ ઝોનના વેરાવળ-દેદા, અલંગ તથા ભાવનગરથી બ્રાંચોમાં ૨૦૦ તથા તેનાથી વધુ વૃક્ષ વાવીને આ કાર્યક્રમને સતગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સારી રીતે સંપૂર્ણ કરેલ.

આ અભિયાનની શુભારંભ કરતા સદ્ગુરુ માં સુદીક્ષાજી મહારાજએ કહ્યું કે- પ્રાણવાયુ, જો આપણે આ વૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે ધરતી પર આનું સંતુલન થાય છે ધરતી પર આનું સંતુલન બનાવવા માટે આપણે સ્થળો સ્થળો પર વનોનું નિર્માણ કરવાનું આવશ્યક છે. જેનાથી અધીક માત્રામાં ઓક્સિજનનું નિર્માણ થશે અને તેટલી જ શુદ્વ હવા પ્રાપ્ત થશે. જે પ્રકારે ‘વનનેસ વન’નું સ્વ‚પ અનેકતામાં એકતાનું દ્રશ્ય પ્રસ્તુત કરે છે. તેજ પ્રકારે માનવે પણ સમસ્ત ભેદભાવને ભૂલીને શાંતી પૂર્ણ સહ-અસ્તિત્વના ભાવમાં રહીને સંસારને નિખારતા જવાનું છે.

સદ્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ૂજ્ઞહિમ તયક્ષશજ્ઞિ ભશશિંુયક્ષ મફુ ની વાત કરતા ઉદાહરણ આપ્યું કે જે પ્રકારે મોટા, વડીલોના આશીર્વાદ આપના માટે અનિવાર્ય છે તેજ પ્રકારે વૃક્ષ પણ આપણા જીવનના માટે અત્યાધિક મહત્વપૂર્ણ છે.સંત નિરંકારી મિશન તેમજ ગીવ મી ટ્રી સંસ્થા દ્વારા પાછલા ૪૪ વર્ષોમાં ૩.૨૫ કરોડથી વધારે વૃક્ષોને લગાવવામાં આવ્યા. સંત નિરંકારી મિશન તેમજ ગીવ મી ટ્રી સંસ્થાના સહયોગાત્મક પ્રયાસ રાષ્ટ્રને પર્યાવરણ સંરક્ષણના ઉદ્ેશથી એક નવુ ઉદાહરણ સ્થાપિત કરવામાં સહાયતા પ્રદાન કરશે.

આ મહાન અભિયાન ચાલુ રહેશે. જેમાં સંત નિરંકારી મિશનના સેવાદલો તથા શ્રધ્ધાળુઓ ભક્તોની પર્યાવરણ સરંક્ષણ માટે મહત્વની ભૂમિકા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.