Abtak Media Google News

ગીર-સોમનાથના સફળ ફિલ્મ નિર્માતા એવા ભગુભાઈ વાળા દ્વારા “પ્રતિશોધ” કાર્યક્રમ અંતર્ગત અનોખી આગવી શૈલી થી સિનિયર કલાકારોના સથવારે જ્યારે પાંગરતી પ્રતિભાઓ ને શોધવા ની જે અનોખી પહેલ કરી છે એ અભિનંદનને પાત્ર છે  સફળ નિર્માતા બની ચૂકેલા ભગુભાઈ વાળા દ્વારા જ્યારે રાજકોટ ખાતે પ્રથમ સોન્ગના રિલીઝ ના કાર્યક્રમ સાથે સાથે એક ઓડિશનનો કાર્યક્રમ હોટેલ આદિત્ય ખાતે રાખવામાં આવેલ અને આ કાર્યક્રમ માં કેમેરા સમક્ષ અનેક સિનિયર કલાકારો ના સથવારે જુનિયર કલાકારોના અસરકારક પરફોર્મન્સ લેવામાં આવેલ જેની આવી અનેરી પહેલ થી હું ખુબજ પ્રભાવિત થયો છું કારણકે તેમની કલાકરો પ્રત્યેની આગવી ઓળખ શક્તિ, દર્શકોની પસંદગી બાબતે અસરકારક પરખ શક્તિ અને સમયસરની નિર્ણય શક્તિ કાબિલેદાદ કહી શકાય એવી છે આ નિર્માતા એ માત્ર એક જ માસના સમયગાળામાં એકદમ સામાજિક અને પ્રેણાદાયક મહત્વના બે જ સોન્ગ રિલીઝ કર્યા છે “જનેતા” અને બીજું “ગુજરાતની ગાથા” અને આ બંને ગીતોને દર્શકોનું વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે જેમાં કહી શકાય કે “ગુજરાતની ગાથા” સોંગે દેશ વિદેશમાં વસતા દરેક ગુજરાતીઓમાં ખુબજ આકર્ષણ જગાડ્યું છે.

આ સોંગની વિશેષતા એ રહી છે કે ગુજરાતના મશહૂર કવિ એવા ગ્વાલ (ભીખુભાઇ રાજપરા) એ સ્વરચિત ગીતમાં ગુજરાતની સંસ્કૃતિ-ધરતી-સંતો-મહાપુરુષો-સતીઓ -શુરવીરોની યાદ સાથે સાથે ધાર્મિક અને ઐતહાસિક સ્થળો-મંદિરો-અને વેદ પુરાણોનો અસરકારક સમન્વય સાંધીને ભાઈચારો અને કોમી એકલાસ ની પ્રતીતિ કરાવતું આ ગીત એ ગુજરાતની સાથે સાથે આ સફળ નિર્માતાની પણ આન બાન અને શાનમાં વધારો કરીને ગૌરવ અપાવેલ છે ત્યારે આવા સફળ વ્યક્તિ વિશે લખવા મારા મનને રોકી શકતો નથી.ગુજરાતીઓમાં એક કહેવત છે કે “સંગ તેવો રંગ” વ્યક્તિના જીવન ઘડતરમાં તેના વ્યક્તિત્વ વિકાસમાં પણ આ કહેવત મહત્વનો ભાગ ભજવે છે તેમાં પણ ખાસ કરીને કારકિર્દી  બનાવામાં જ્યારે આ સૂત્ર મહત્વનો ભાગ ભજવે છે

મારા દાદા ભીખુભાઇ ગોહિલ જ્યારે વ્યવસાય-સર્વિસ પછીના સમયનો સદઉપયોગ કરવાની સાથે થોડી વિશેષ આર્થિક ઉપાર્જનતા માટે રુચિકર પ્રવૃત્તિ કરતા હતા અને રાજકોટમાં તે જમાનામાં ઓફિસ ભાડે રાખી લેખનપ્રવૃત્તિ કરતા હતા જે ઓફિસોનો વારસો મારા પિતાશ્રી દિલીપભાઈ હાઈસ્કૂલના શિક્ષક હોવા છતાં લેખન પ્રવૃત્તિ જાળવી રાખેલ અને આજ ઓફિસમાં બેસી 150 થી પણ વધારે નાટકોની સ્ક્રીપટ ની સાથે સાથે અનેક નવલકથાઓ લખી રાજકોટ દૂરદર્શનમાં પણ સ્ક્રીપટ લખી મોકલતા પરિણામે અમારી ઓફિસે મળવા આવનાર અને તેની સાથે સાહિત્ય સંદર્ભે-કલાક્ષત્રે-રંગમંચ તથા ગુજરાતની ફિલ્મ કથા-પટકથા-સંવાદો વિષે પ્રતિદિન વિવિધ વ્યક્તિઓ આવતી જેમાં ઉલ્લેખનીય નામાંકિત કલાકારો વચ્ચે “સંગ એવો રંગ” જામતો આ બધાની વચ્ચે બાલ્યાવસ્થા તથા તરુણાવસ્થા પસાર કરનાર હું સંજય ગોહિલ ધો. 1 થી બી.કોમ.-ડી.ટી.એલ.પી. (ડિપ્લોમા ઈન ટેક્સેન લોઝ એન્ડ પ્રેક્ટિસ) ની સાથે સાથે આ વારસો આજે પણ જાળવી રાખીને ગુજરાતી ફિલ્મ અને નાટક લેખક તરીકે સફળતાના શિલ્પી તરીકે ઉભરી આવેલ છે આથી હું  “વિશ્વાસ ફિલ્મસ” ના સફળ નિર્માતા ને સંપૂર્ણ સહયોગ પૂરો પાડી નજીકના ભવિષ્યમાં સાથે કામ કરીને ગુજરાતની સંસ્ક્રૃતિ-ઇતિહાસ અને અસ્મિતાને ઉજાગર કરીશું તેવો વિશ્વાસ  વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.