સુવર્ણપ્રાશન બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધારનારું અમોઘશસ્ત્ર

બાળકોએ માત્ર કુટુંબની જ નહીં દેશની પણ સંપતિ છે. અને કહેવાય છે કે બાળઉછેર એ પાણા પકાવવા સમાન છે. તેમાં પણ ખાસ કરીને નવજાત શિશુઓની સંભાળ તો એક અત્યંત જવાબદારી પૂર્ણ કાર્ય છે. ત્યારે આજે ‘અબતક’ના આંગણે બાળકોનાં સ્વાસ્થ્ય માટે આયુર્વેદની શુ ભૂમિકા છે. તેના વિશે મહત્વની આરોગ્યપ્રદ માહિતી આપવા રાજકોટ વૈદ સભાના વૈદરાજ ડો. ગૌરાંગ જોશી અને ડો.પુલકિત બક્ષી ઉપસ્થિત છે.

વૈદસભામાં ચાલતી પ્રત્યેક પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવા માટે ‘અબતક’ પરિવારનો આભાર: ડો. ગૌરાંગ જોશી

‘લંઘનમ્ પરમ ઔષધમ્’ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણિત આ ઉકિત સાથે વ્રત-ઉપવાસ સંકળાયેલા છે, જે દર્શાવે છે કે ભૂખ્યા રહેવું સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે, ભૂખ્યા રહેવાથી શરીરમાંથી ટોકસીન નીકળે છે: ડો.પુલકિત બક્ષી

નવજાત બાળકને કયા કયા પ્રકારની સમસ્યાઓ આવે છે? જેનું શરૂઆતના દિવસોમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. નવજાત બાળક માટે આ દૂનિયામાં બધું જ નવું હોય છે. જેમાં સેટ થવામાં બાળકને થોડો સમય લાગે છે ઘણી વખત બાળક અકારણ રડે છે. જેનું કારણ એ હોય છે કે તેને પેટમાં દુ:ખતુ હોય, ગેસની સમસ્યા હોય તેની ડાયજેસ્ટીવ સિસ્ટમ હજુ તૈયાર થતી હોય છે. જેથી અમૂક સમસ્યાઓ થાય છે. કયારેક કોઈ બાળકને સિઝનફેર થાય તેની અસર થાય છે.કફ વગેરે જેવી તકલીફો થાય છે. બાળક પોતાની પીડા બોલીને વ્યકત નથી કરી શકતું તેથી રડે છે. ત્યારે માતા-પિતાનેચિંતા થાય છે.કયારેક બાળકના આમ સતત રડવાથી માતાપિતા કયારેક અંધશ્રધ્ધાનો પણ ભોગ બને છે.પરંતુ માતા પિતાએ બાળકની રડવાની સમસય્નો ડોકટણનો સંપર્ક કરીને ઈલાજ કરવાનું વિચારવું જોઈએ.

દિવસોની ઉંમર ધરાવતા બાળકને પણ શું કફ થઈ શકે? જુહા ચોકકસ થાય છે. બાળક માટે રેસ્પીરેટરી સિસ્ટમ, તથા વાતાવરણ તદન નવું હોય છે.બીજુ કારણ એ પણ છે, કે સ્તનપાન કરતા બાળકમાં માતા દ્વારા કરાયેલો આહાર જો કફ વર્ધક હોય તો બાળકમા કફ થવાની સંભાવના વધી જાય છે. ઘણી વખત માતા પ્રસુતિ બાદ ઠંડા વાતાવરણમા એસી હોય ત્યાં રહે અથવાતો પ્રસુતિ દરમ્યાન લેવાતી કાળજીને અવગણવામાં આવે તેવા સંજોગોમાં પણ બાળકમાં કફ થવાનું જોખમ રહેલુ છે. આયુર્વેદમાં વર્ણિત આહાર વિજ્ઞાન મુજબ પ્રસુતાની કાળજી લેવી જરૂરી છે. પ્રવર્તમાન સંજોગોમાં ડિલીવરી બાદ માતા-બાળક બંનેની યોગ્ય કાળજી ન લેવાતી હોય તેથી પણ બાળકને માત્ર કફ જ નહી પણ કયારેક ન્યુમોનિયા થવાનું જોખમ પણ સર્જાય છે.

બાળકને કેટલી ઉંમર સુધી માતાનું દૂધ જ આપવું જોઈએ. બાળકને શકય હોય ત્યાં સુધી ઘરનું જ ભોજન આપવું હિતાવહ છે. બાળકમાં જો કોઈ ડેફીસીયન્સી દેખાય તો જ તેને ટોનિક અથવાતો હેલ્થ સપ્લીમેન્ટ ડોકટરની સલાહ મુજબ આપી શકાય. આહાર જ આપણી ઔષધી છે. બાળક માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે. જેમાંથી બાળકને એન્ટીબોડી પુષ્કળ મળે છે.તેથી તેને બહારનું ટોનીક કે પેકેટની જરૂર જ નથી. વયવિભાજનની વાત કરીએ તો બાળકને એક વર્ષ સુધીના બાળકને માતાનું દૂધ જ આપવું જોઈએ. ત્યારબાદ ધીમેધીમે ખીર વગેરે ધીમેધીમે સામાન્ય ખોરાક આપવો જોઈએ.

બાળક જયારે શરૂઆતમાં સતત રડયા કરે છે. તેનો ઉપચાર શું હોય છે?

બાળક માટે ટોટલી વાતાવાણથી માંડીને બધુજ નવુ છે.તેની દરેક સિસ્ટમ ખાસ કરીને પેટની ડાયજેસ્ટીવ સિસ્ટમ નવું છે. એવામા બાળકને સિમ્પલ અજમાનું પાણી, ગ્રાઈપવોટર અથવા કોલીકાર્મિન ડ્રોપ્સ આપવા જોઈએ બીજુ કે માતાએ વાયુવર્ધક આહારન લેવો અને પોતાની કાળજી લેવી. બાળક સતત રડતું હોય તો એવામાં કોઈપણ આયુર્વેદીક ડોકટરનો સંપર્ક કરવો માતા-પિતાએ ડરવું નહીં.

ડોશી-શાસ્ત્ર મુજબ બાળક જયારે દરેક ઋતુમાંથી પ્રથમ વખત પસાર થાય છે. ત્યારે કરવામાં આવતી વિધીને આયુર્વેદ સ્વીકારે છે? ચોકકસ સ્વીકારે છે. બાળકને ફિઝીકલી, ઈમોશનલી દરેક રીતે ડેવલપ થતા સમય લાગે છે.જેમાં કોશી શાસ્ત્ર યથાર્થ છે. ઘણી વખત બાળકની સમસ્યા માટે ઓઝબર્વેશન બેસ્ટ છે. બાળક માટે ઋતુ સંધીની ખૂબ અસર થાય છે. એ દરમિયાન બાળકની કાળજી લેવી ખૂબ જરૂરી છે.

બાળકને વાઈરલ ઈન્ફેકશનની અસર કઈ રીતે થઈ જાય છે, તે ઘરમાં જ હોય છે તેમ છતા તેને વાઈરલ ઈન્ફેકશન લાગે એ કઈ કઈ રીતે લાગી શકે છે? બાળક કંઈ પણ એકસપ્રેસ નથી કરી શકતું તેને કંઈ જ ખબર નથીપડતી એવામા બાળકને અંગૂઠો ચૂસવાની ટેવ, અથવા જમીન પર પડેલી વસ્તુને મોમાં મૂકવાની ટેવના કારણે તેને વાઈરલ ઈન્ફેકશન બેકટેરીયલ ઈન્ફેકશન તરત જ લાગી જાય છે. બાળકની ઈમ્યુનીટી ઓલમોસ્ટ ઝીરો હોય છે. એવામા અથવાતો ઘરની અંદર સ્વચ્છતા ન જળવાતી હોય તો બાળકને તુરંત અસર થાય છે. તેથી તેને નાના ગ્લોવ્ઝ પેરાવી દેવા જોઈએ. અને એ ગ્લોવ્ઝ પણ સમયાંતરે બદલાવી એલર્જીક ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

પહેલાના સમયમાં બાળકોને આવી કંઈ બીમારી થતી ન હતી હવે જ શા માટે થાય છે? એનું કારણ છે કે પહેલા વડીલોની હાજરી જે દરેક કુંટુંબ માટે અનિવાર્ય છે હવે તો વિભકત કુટુંબ છે. તેથી અત્યારના પેરેન્ટસને ઘર ગથ્થુ ઉપચાર અથવા કાળજી કેમ લેવી તેની જાણકારી નથી તેના કારણે પણ બાળક માટે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ સર્જાય છે. પહેલા કરતા અત્યારનો ખોરાક પણ ચોખ્ખો અને સ્વાસ્થ્ય વર્ધક નથી. જેના કારણે માતા-પિતાની ઈમ્યુનીટી લો હોય છે. તેથી બાળકની ઈમ્યુનીટી પણ વીક બને છે. જયારે પેલા વાતાવરણ, ખોરાક બધુ જ સ્વચ્છ અને કેમિકલ રહિત હતુ.

બાળકને વાઈરલ ઈન્ફેકશન લાગતા પહેલા ઘરગથ્થુ ઉપચાર માટે શું કરવું જોઈએ તેના જવાબમાં તબીબોએ જણાવ્યું હતુ કે દરેકના શરીર રોગ પ્રતિકારક શકિત ધરાવે છે. આ શકિતને ત્રણ વિભાગમાં વહેચવામાં આવે છે.સહજ, કાલજ, અને યુકતકૃત જેમાં સહજમાં ડીએનએમાં કે ફેમિલી મેમ્બર તરફથી મળ્યું છે તેને સહજ કહેવામાં આવે છે.કાલજમાં સમય, વાતાવરણ અને ઋતુ અનુસાર તમારી અંદર જે પરિવર્તન આવે તેને કાલજ રોગ પ્રતિકારક શકિત કહે છે. ત્યારબાદ યુકિતકૃત કે જેમાં ઘરગથ્થુ પચાર જેમકે જેઠીબધ, હળદર, મધ વગેરેનો ઉપયોગ કરવો આ ઉપરાંત પણ તુલસીના ટીપા વગેર ઘરગથ્થુ ઉપચાર વગેરે ઉપયોગી છે.

બાળક માટે સુવર્ણપ્રાશન શું છે અને બાળકોમાં તે કેવી રીતે ઉપયોગી થાય છે ? તેના જવાબમાં તબીબોએ જણાવ્યું કે ત્રણ પ્રકારની યુકિત પૈકીની એક યુકિતતૃત ઈમ્યુનીટી પાવર જેને સુવર્ણ પ્રાશન છે.જેમાં આપણી યુકિત દ્વારા બાળકની ઈમ્યુનીટી વધવામાં મદદ મળે છે. પુશ્યનક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવાય છે. આ ટીપામાં ગોલ્ડ, વચા, શંખપુષ્પી, બ્રાહ્મણી, ગળો, યષ્ટિમધુ, અશ્ર્વગંધા, ગાયનું ઘી અને મધ આટલી વસ્તુઓમાંથી સુવર્ણપ્રાશન બનેલું હોય છે.જે બાળકના માનસિક વિકાસમાં ખૂબ મદદ કરે છે. સુવર્ણ પ્રાશન બાળકને પંદરદિવસ-એકમાસથી લઈને એક વર્ષ સુધી આપી શકાય છે.

રાજકોટમાં નાના બાળકો માટે વૈદસભા દ્વારા સુવર્ણપ્રાશન માટે કંઈક આયોજન થાય તેનું પ્લાનીંગ કરવામાં આવનાર છે? તેના જવાબમાં તબીબોએ જણાવ્યું હતુકે બાળક માટે આહાર અને યોગ્ય નિંદ્રા ખૂબ જરૂરી છે. જેમાં સુવર્ણ પ્રાશનનો મહત્વનો રોલ છે.તેથી વૈદસભા દ્વારા આવું કંઈક આયોજન કરવાની આગામી સમયમાં તૈયારી છે જ.

હાલ બાળાઓમાં વ્રતનો મહિમા અને સમય છે. જેમાં નમક વગરનુંભોજનનું મહાત્મ્ય છે. તો તેની પાછળનો શારીરીક સ્વાસ્થ્ય અંગેનો શું અભિગમ છે ? તેના જવાબમાં તબીબોનો એવો મત રહ્યો હતો કે, ભારતમાં ઉજવાતા તહેવાર અને વ્રતનો દરકે વ્રત તહેવારોની પાછળ સાઈનીફીક એપ્રોચ છે. ઉપવાસનો અર્થ ભૂખ્યા રહેવું એ નથી પણ ઉપવાસ એટલે વાસએટલે વસવું, ઉપ એટલે નજીક મતલબકે કુદરતની વધારેમાં વધારે નજીક રહેવું તેવો છે. મોળાવ્રતમાં નમક વિનાનું ખાવા પાછળ કારણ એ છે કે એ દરમિયાન બાળાઓમાં નઅમૂક પ્રકારના હોર્મોન્સ બનતા હોય છે. એ માટે પણ નમક નખાવું એ મદદ કરે છે. એ સિવાય મોળાવ્રતમાં જવારા વાવવામાં આવે છે. જવારામાં કલોરોફીલ રહેલુ છે. તથા ગ્રીન બ્લડ છે.તો એનું પીએચ અને આપણા બ્લડનું પીએચ એકદમ ઈકવલ છે. તેથી આ દિવસોમા ઘઉંના જવારાનું પૂજન કરવાથી એ આપણા શરીર માટે અગત્યનું છે.

કોરોનાની સંભવત: ત્રીજી લહેર આવીશકે છે. અને સાથે સાથે શાળાઓ ખૂલવાનું પણ સંભળાય છે. તો બાળકોની પરિસ્થિતિ કેવી થઈ શકે છે તેના જવાબમા નિષ્ણાંતોએ જણાવ્યું હતુ કે જો અત્યારે શાળાઓ ખોલવામાં આવશે તો મારા મતે એ હજુ પણ વહેલુ ગણાશે. કારણ કે બાળક માટે હાલ પ્રિકોશનલી સ્ટેપ નથી લેવાયા તેમ છતા જો શાળાઓ ખૂલે તો તેના માટે ઘરના સભ્યોએ ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવાની છે. ત્યારબાદ વાસી ખોરાક, પડીકા, ઠંડી પીણા બાળકોને બંધ કરાવવા પડશે. બાળકોને તાજો ખોરાક લે તેનું ધ્યાન રાખવું, એ સિવાય હળદરવાળુ દુધ, વગેરે જેમાંથી તેને પૌષ્ટીક આહાર મળે તેવું ધ્યાન રાખવું પડશે. તથા બાળકોને કોરોના જાગૃતિ બાબતે સમજણ આપીને તકેદારી રાખતા શીખવવું પડશે.

બાળકને ટ્રેઈન કરીને શાળાએ મોકલવામાં આવશે તો કદાચ કોરોનાના કારણે વાંધો આવે તેમ નથી તેમ કહી શકાય. આવતા દિવસોમાં વૈદસભાના કયા-કયા આયોજનો છે? તેના જવાબમાં નિષ્ણાંતોએ કહ્યું કે આવતા દિવસોમાં જાહેરહિત માટે ખાસ તો ઓપીડી કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત વિવિધ કેમ્પ તથા નિષ્ણાંતો દ્વારા આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ લાવવા ઈચ્છીએ છીએ. વૈદસભામાં નિયમિત ઓપીડી જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા ઓપીડી શરૂ કરવાનો પ્લાન છે. કોરોનાની ત્રીજી લહેર પૂર્વે પોસ્ટ કોવિડ સમસ્યાઓપણ હાલમાં લોકોમાં થઈ રહી છે. તેને નિવારવા ઓપીડીમાં સારવાર શરૂ થઈ છે. આ દરેક કાર્યોમાં આયુર્વેદ નિષ્ણાંત તબીબોએ અબતક પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.

આવતા દિવસોમાં શું તકેદારીઓ રાખવી તેનો જવાબ અંદેશના રૂપમાં આપતા નિષ્ણાંતોએ જણાવ્યું હતુ કે, તહેવારોને ઈન્જોયમેન્ટ માટે નહી સાયન્ટીફીક એપ્રોચથી પસાર કરવા ‘લંધનમ પરમ ઔષધમ્’ આયુર્વેદની આ ઉકિત છે. કે ભૂખ્યા રહેવાથી શરીરમાનું ટોકસીન દૂર થાય છે. તથા પાચક અગ્નિથી માંડીને વિવિધ અગ્નિઓ વ્યવસ્થિત ડેવલપ થાય છે. તેથી થોડુ ભૂખ્યા રહેવું તથા બાળકો માટે દૂધ, સુવર્ણપ્રાશન અને ચ્યવન પ્રાશનું સેવન આવશ્યક છે. એ બાળકોને આપવા જરૂરી છે. તથા વૈદસભાની વિવિધ માહિતીઓને ફોલો કરો. જાતે જ સારવાર કરો. નિષ્ણાંત આયુર્વેદ તબીબોનો ધનવંનતરી મંદિર કેનાલ રોડ ખાતે સંપર્ક સાધો તથા ડિજીટલ માધ્યમથી મળતી કોઈ પણ માહિતીનો ઉપયોગ જાતે ન કરો તબીબોની સલાહ લેવી અનિવાર્ય છે. સેલ્ફમેડીકેશન અથવા નુસખા અપનાવતા પૂર્વે તબીબોનો સંપર્ક કરીને આગળ વધશે. તો આવનારા સમયમાં દરેકનું શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય ચોકકસ સારૂ રહેશે.