Abtak Media Google News

પૂ. દાદા ભગવાન પરિવાર આયોજિત ત્રિદિવસીય સત્સંગમાં પ્રથમદિને આત્મજ્ઞાની પૂ. દિપકભાઈએ સુઝ-કોમનસેન્સ વિશે  માર્ગદર્શન આપ્યું

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂ. દાદા ભગવાન પરિવાર દ્વારા આયોજીત ત્રિ-દિવસીય સત્સંગ તેમજ જ્ઞાન વિધિના પ્રોગ્રામના પ્રથમ દિવસે આત્મજ્ઞાની પૂ. દિપકભાઈએ અક્રમ વિજ્ઞાનવાણીના આશય મુજબ સૂત્ર અને કોમનસેન્સ વિશે ફોડ પાડતા જણાવ્યું હતુ કે સૂત્ર એ દરેક જીવનો સ્વતંત્ર ભાગ છે, વરૂપની અજ્ઞાનતાને લીધે લોભ, મોહ વગેરે કસાયઓ થાય છે. આત્મ ઉપરના આવરણો જેમજેમ છૂટતા જાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અને સૂઝ પડતી જાય. પોતાની સલામતી માટેનું દર્શન સૂત્ર દ્વારા જીવ માત્રને થાય છે, કોઈપણ મુંઝવણ આવે ત્યારે સ્થિરતાથી બેસે તો અંદરથી સૂઝ પડે, ખાવા પીવાની સૂઝ સ્વતંત્રરીતે અંદરથી આવે છે. સૂત્ર વધતા વધતા દરેક જીવ સંસ્મરણ માર્ગે આગળ વધતા અશુભ જ્ઞાનમાંથી શુભ જ્ઞાનમાં આવે છે. અને જો જ્ઞાની પુરૂષનો ભેટો થઈ જાય તો નિવારણ દર્શન સર્વાંશે થતા કેવળજ્ઞાન થઈ જાય છે. વૈજ્ઞાનિકોને પણ અંતર સૂઝ પડતા સંશોધન થઈ જાય છે.

1 1 1

ભાવમાં જાગૃત્તિ રાખવી એ પૂરૂષાર્થ છે. સૂઝમાંથી જાગૃત્તિ આવે છે. સૂઝ દરેક ગૂંચવડાનું સમાધાન લાવે છે. સૂઝ એ આવરણવાળી શકિત છે. ઉંચી સૂઝવાળાની સંગતથી પોતાની સૂઝ પણ ખીલે છે. સતપુરૂષના સત્સંગથી સૂઝના આવરણો તુટે છે. અને સવળી સૂઝ પડે છે. સૂઝ હૃદયને સ્પર્શે છે. અક્રમ જ્ઞાનમાં જ્ઞાન વિધિ દ્વારા સૂઝને નિરાવરણ કરાવી અપાઈ છે. દાદા ભગવાનની પાંચ આજ્ઞા પાડવાથી પણ સુઝ ખિલતી જાય છે. પાછલા ભવો ભવનો અનુભવ એ સુઝ રૂપે પ્રગટે છે. અથવા ખીલે છે. સૂઝ એ પાછલા ભવોનાં અનુભવોનો નિચોડ છે. સુઝમાંથી ભાવ ઉત્પન્ન થાય છે. અને તે મુજબનો નવો ભવ બંધાતો જાય છે. અને ડોકટર, વકિલ, વૈજ્ઞાનિક, કડિયો વગેરે થાય છે. દરેક જીવ પોતાના પ્રશ્ર્નો મુશ્કેલીઓ સુઝથી ઉકેલી શકે છે. કોમનસેન્સ એ વ્યવહારીક, સાંસારીક બાબતો ઉકેલવામાં ઉપયોગી થાય છે. દાદા ભગવાનની પાંચ આજ્ઞા પાડી ઉકેલ લાવવો એ કોમનસેન્સ કહેવાય. અથડામણમાં એડજેસ્ટમેન્ટ લેવાથી કોમનસેન્સ વધે છે. સૂઝ એ કર્મનો ચાર્જ ભાગ નથી. પરંતુ અનુભવનો ભાગ છે. પોતે મૂળ આત્મા છે, પણ સૂઝના આધારે દરેક જીવને માર્ગદર્શન મળે છે. સુઝએ આગલા ભવના અનુભવોનો સ્ટોક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.