Abtak Media Google News

ફિઝીયોથેરાપીની આધુનિક સાધનો અને ટેકનોલોજી દ્વારા ડો.અવની કક્કડ આપશે સારવાર

રાજકોટમાં નવું ફિઝિયોથેરાપી સેન્ટર સ્વરાસ્યમ  ફિઝીયોથેરાપી રિહેબિલિટેશન ક્લિનિક  ડો. અવની કક્કડ દ્વારા નવા ક્લિનિક ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શરીરના તમામ દુખાવા અને શરીરના તમામ સાંધાના દુખાવા તેમજ કોઈપણ ન્યુરોલોજીકલ, પીડિયાટ્રિક કે ઓર્થોપેડિક કન્ડિશનમાં સંપૂર્ણપણે ફિઝિયોથેરાપીની સારવાર આપવા સજ બન્યું છે. જે એફ-1, સંસ્કૃતિ સ્કેવર, અંબિકા ટાઉનશીપ, નાનામૌવા રોડ ખાતે આવેલ છે.

ફિઝીયોથેરાપી ક્ષેત્રે ડો. અવની જતીનભાઈ કક્કડ દસ વર્ષથી વધારે અનુભવ ધરાવતા અને અસંખ્ય દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપી નોર્મલ જીવનશૈલી અપાવનાર નિષ્ણાંતે નવી ફિઝિયો ક્લિનિક શરૂ કરી છે જે અંગે લોકલ અને નજીકના વિસ્તારોમાં સારી સેવા પૂરી પાડી શકે અને દુખાવા માટે રાહત આપે તે મુખ્ય હેતુ રહેલો છે.

થેરાપી સેન્ટરમાં મુખ્યત્વે સ્નાયુના દુખાવા મસલ્સના દુખાવા લકવા બાળ લખવા જકડાઈ ગયેલા કોઈપણ અવયવો વગેરે જેવી કસરત દ્વારા સારવાર ઉપલબ્ધ કરાય છે. ઉપરાંત તમામ એડવાન્સ ઇલેકટર થેરાપી સાધનો, આઇસીઇ થેરાપી, વેક્સ થેરાપી, અલ્ટ્રા સાઉન્ડ થેરાપી, લેઝર થેરાપી વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ફિઝીયોથેરાપી સેન્ટરમાં ડો. અવની કક્કડ સાથે તેમના પતિ ડો. જીતેનભાઈ કક્કડ તેમનો સેન્ટરમાં સાથ આપવા અને સહયોગથી દર્દીઓને તાત્કાલિક સાજા કરવા માટે અધ્યતન ટેકનોલોજી અને પૂરતા સાધનો દ્વારા સારવાર પૂરી પાડવાનું જણાવેલ છે.

ફિઝિયોથેરાપીન સેન્ટરની શરૂઆત ક્રાઈસ્ટ હોસ્પિટલ કેમ્પસના ડિરેક્ટર ફાધર જોમોના થોમોના દ્વારા પ્રારંભ કરાયો હતો ઉપરાંત તેમના સાથીદાર ડોક્ટર જીતેનભાઈ કકકડ દ્વારા દર્દીઓને સારવાર આપવા અનુરોધ કરાયેલ હતો.

ફાધર જોમોના થોમોના:

Vlcsnap 2022 07 15 14H31M36S309

ક્રાઈસ્ટ કેમ્પસ ના ડિરેક્ટરે જણાવ્યું કે આ ફિઝીયોથેરાપી સેન્ટર દ્વારા આજુબાજુના વિસ્તારોમાં ઘણા દર્દીઓને લાભ મળશે તેમજ ડો. અવની કક્કડ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હતા અને અન્ય હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરતા હતા, જેને કારણે દુખાવાના દર્દીઓ માટે આ ફિઝિયોથેરાપી સેન્ટર આશીર્વાદરૂપ બની જશે.

ડો.જીતેનભાઈ કક્કડ :

Vlcsnap 2022 07 15 14H31M45S222

સ્વરાસ્યમ ફિઝિયોથેરાપી રિહેબિટેશન એન્ડ પેઇન ક્લિનિક સેન્ટર એ આજુબાજુના વિસ્તારના લોકો માટે ખુબ સરળ બની જશે અને સારવાર ઝડપથી અને સારી મળી શકે તે માટે સેન્ટર ચાલુ કરાયું છે આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત હાઇડ્રોથેરાપી એટલે કે ઈકવેટીક વોટર એક્સરસાઇઝ ડેવલોપ કરવામાં આવશે જેના દ્વારા દર્દીઓને ખૂબ સારી અને ઝડપથી સારવાર મળશે.

ડો.અવની કક્કડ:

Vlcsnap 2022 07 15 14H30M54S845

ફિઝીયોથેરાપી ના આ નવા સેન્ટરનો મુખ્ય હેતુ પેશન્ટની દુખાવા માટે રાહત મળે અને દર્દીઓને કસરત દ્વારા લાંબા ગાળાની અસર ધ્યાનમાં રાખીને તેમના દુખાવાના નિવારણ માટે સરળ સારવાર મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. ફિઝિયો સેન્ટરમાં અલ્ટ્રાસોનિક ટેન્સ અને આઈસ થેરાપી ની સારવાર ઉપલબ્ધ છે જે દર્દીને ખૂબ રાહત આપે તેમ છે. અમારા દ્વારા ખભા નો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ફ્રેક્ચર પછીની કસરતો વગેરે જેવા દર્દીઓ માટે પૂરતી સેવાઓ આપવામાં આવે છે. બાળકો ને મસાજ કે સ્નાયુના પ્રોબ્લેમ થી રાહત મળે જે માટે સ્ટ્રેનધનિક એક્સરસાઇઝ પણ કરાવવામાં આવે છે જે સામાન્ય દર્દીઓ અને બાળકોને રાતની અનુભૂતિ કરાવતી સારવાર આપવામાં આવે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.