લાયન્સ ક્લબ ઓફ સિલ્વરના હોદ્દેદારોની શપથવિધિ

નવનિયુક્ત પ્રમુખ લાયન અંકિતભાઈ રાઠોડ, ઉપ-પ્રમુખ લાયન અંતકુમાર સિન્હા, લાયન રાજેશ પ્રસાદ, સેક્રેટરી લાયન મજેઠીયા, ઈન્ટસેક્રેટરી તરીકે વરણી

ભારતની સર્વશ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિ કરતી લાયન્સ ક્લબ ઓફ રાજકોટ સિલ્વરના ર0રર-ર3ના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ શપથવિધિ સમારોહમાં લાયન ઇન્સ્ટોલેશન ઓફિસર દિવ્યેશભાઈ સાકરીયા તેમજ નવનિયુક્ત ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઝોનના ચેરપર્સન લાયન રેશમાબેન સોલંકી તથા નવનિયુક્ત રાજકોટ ત્રણ અને ઝોન સાતના રીજીયોનલ ચેરમેન અનવરભાઈ ઠેબા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

લાયન્સ ક્લબ ઓફ રાજકોટ સિલ્વરના શપથવિધિ સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર લાયન દિવ્યેશભાઈ સાકરિયાએ  ર0રર-ર3ના નવનિયુક્ત પ્રમુખ તરીકે અંકિતભાઈ અનડકટ, ઉપપ્રમુખ અનંતકુમાર સીન્હા, રાજેશ પ્રસાદ, સેક્રેટરી નિતેશભાઈ મજીઠીયા, જોઈન્ટ સેક્રેટરી સ્વાતિબેન મજેઠીયા ટ્રેઝરર  સોફિયાબેન ઠેબા, જોઇન્ટ ટ્રેઝરર સેલજુબેન અનડકટ, સાઈટ ફર્સ્ટ ડોક્ટર જનકભાઈ મહેતા, એલ એલ આઈ સી એફ કો-ઓર્ડીનેટર જીતેન્દ્ર વડગામા, પન્નાબેન નગદીયા, ટેઈલ ટ્વિસ્ટર ત્રિલોચનાકોર નંદા, જીએટી નેટર મહેશભાઈ નગદીયા. જીએમટી કો-ઓર્ડીનેટર મનમોહનસિંહ નંદાજીને સેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે પ્રહલાદ સત્રમણી, વિજય મહેતા, જીતેન્દ્ર જાજલ, લાયન ડોક્ટર સતીશ શંખવાલા, અનુપમા આરતીસિંહા, પ્રજ્ઞા વડગામા, સોમ્યપ્રસાદ, છાયાબેન જાજલની વરણી કરવામાં આવી હતી.

લાયન્સ સિલ્વરના શપથવિધિ સમારોહને સંબોધતા દિવ્યેશભાઈ સાકરીયાએ કહ્યું હતું કે લાયન્સની સ્થાપના 1917માં થઈ હતી, જેને આજે 105 વર્ષ થયા છે. આજના ડિજિટલ યુગમાં હવે પરિવર્તનની જરૂર છે. બે વર્ષના પ્રમુખ તરીકે કોરોના કાળના ચેલેનજિંગના સમયમાં તેઓએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું. લાયન્સના તમામ સભ્યોએ તેમની કામગીરીની નોંધ લઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને અંતમાં દિવ્યેશભાઈ સાકરીયાએ એલ એન સીનો કોર્સ કરવા તમામ લાયન્સના સભ્યોને અનુરોધ કર્યો હતો.

આ તકે નવનિયુક્ત ર0રર-ર3ના પ્રમુખ લાયન અંકિતભાઈ રાઠોડએ સૌનો આભાર વ્યક્ત કરતા તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે લાયન્સના તમામ સભ્યોએ પ્રમુખ તરીકેની જવાબદારી સોપી છે તે હું નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીશ.

લાયન રેશ્માબેન સોલંકીની ડિસ્ટ્રીકટ કેબિનેટમાં ઝોન ચેરપર્સનની તથા અનવરભાઈ ઠેબાની રાજકોટ રીજીયોન ત્રણ અને ઝોન સાતની લાયન્સ ક્લબના રિજીયોનલ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, એક જ ક્લબમાંથી બે વ્યક્તિ ચૂંટાતા સિલ્વર ક્લબ ગૌરવ અનુભવે છે. કાર્યક્રમનું સંચાલન લાયન અનવરભાઈ ઠેબાએ તથા આભાર વિધિ લાયન નિતેશભાઈ મજેઠીયાએ કરી હતી.