જૂનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા, જાણો શું છે તેમની માંગ?

મનપામાં ફિકસ વેતનથી સમાવી લેવા માગ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામા આવતું હોવાના આરોપ સાથે તથા મનપા આ કામદારોની ફિક્સ અથવા રોજમદાર તરીકે ભરતી કરે તેવી માંગણી કરી સફાઇ કામદારો એકાએક હડતાળ પર ઉતરી ગયા છે અને ડોર ટુ ડોર કલેકશન કામગીરી બંધ કરી, આ માંગણીનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ગઈકાલે 100 થી વધુ સફાઈ કર્મચારીઓ જુનાગઢ મહાનગર પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેકશન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓનું શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે હડતાલ પર ઉતરી જઈ સફાઈ કામગીરી બંધ રાખી હતી.સફાઈ કર્મચારીઓ હજીયાણી બાગ સામે છાવણી ઉભી કરી ધરણાં પર બેસી ગયા હતા.  હડતાલી સફાઈ કર્મીઓએ આ તકે મનપા દ્વારા ડોર ટુ ડોર કલેકશનનો કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવે અને તમામ સફાઈ કર્મચારીઓને ફિક્સ વેતનથી કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અને જ્યાં સુધી તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આજે બીજા દિવસે પણ સફાઈ કર્મચારીઓ એ હડતાળ યથાવત્ રાખતાં ડોર ટુ ડોર કલેકશનની કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. અને ઘરે ઘરે કચરા ભરાઈ રહેતા ઠેરઠેર ગંદકી ફેલાતા ગૃહિણીઓમાં રોષ ફાટ્યો છે.