Abtak Media Google News

કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલનની વચ્ચે મોદી કેબિનેટે બુધવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે, આમાંથી થનારી કમાણી, સબસિડી 5 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે માહિતી આપી હતી.

શેરડીના ખેડુતો માટે મહત્વનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વર્ષે સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં હશે, રૂ.3500 કરોડ ફાળવવામાં આવશે. આ ઉપરાંત રૂ.18000 કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 5 કરોડ ખેડુતોને આનો લાભ મળશે, 5 લાખ શ્રમિકોને લાભ કરશે. એક અઠવાડિયામાં જ ખેડૂતોને 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળશે. 60 લાખ ટન ખાંડની નિકાસ ટન દીઠ 6 હજાર રૂપિયાના દરે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.