Abtak Media Google News

 

રેસ્ટોરન્ટ એગ્રિગેટર અને ફુડ ડિલીવરીનાં કારોબારમાં જોડાયેલી સ્વીગી તથા ઝોમેટો કંપનીઓ માટે 31-ડિસેમ્બરની નાઇટ ફૂલ-ઓન પાર્ટી જેવી રહી. જી હા, આમ તો આ તહેવાર વિદેશીઓનો અને સૌથી વધારે જલસા કર્યા ભારતીયોઐ એવું કહી શકાય..! કારણ કે કુલ એક કરોડથી વધારે ઓર્ડર ઓનલાઇન કંપનીઓએ ડિલીવર કર્યા હતા. જેમાં સ્વીગી તથા ઝોમેટો અગ્રક્રમે હતી. બેશક 31 ડિસેમ્બર-21 ની રાત સ્વીગી અને ઝોમેટો માટે ધંધાનાં નવા વિક્રમો સર્જનારી હતી. વર્ષની વિદાય ધમાકેદાર કરનારી આ કંપનીઓનો નવા વર્ષનો સુર્યોદય નવી સમસ્યા સાથે આવ્યો છે, જી.એસ.ટી નાં નવા બોજના રૂપમાં..!

ઝોમેટો 31 મી ડિસેમ્બર-21 ની રાતે દર સેક્ન્ડે કેક નો એક નવો ઓર્ડર મળતો હતો. કંપનીએ એ રાતે દર મિનીટે 7000 થી વધારે ઓર્ડર બુક કરીને અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા, એક જ રાતમાં 25 લાખથી વધારે ઓર્ડર સાથે કંપનીએ 91 કરોડ રૂપિયાનો ધંધો કર્યો છે. જો કે ઓર્ડરનાં મામલે સ્વીગીઐ ઝોમેટોનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સ્વીગીને એ રાત્રે દર મિનીટે 9049 ઓર્ડર મળ્યા હતા. સ્વીગીના પ્લેટફોર્મ ઉપર એક સાથે 130000 ગ્રાહકો એક્ટીવ હતા. સ્વીગી અને ઝોમેટોનાં આ આંકડા  રાતે 10 વાગ્યા સુધીના છે. શુક્રવારની રાતે સ્વીગીનાં 3,00,000 ડિલીવરી મેન રસ્તા ઉપર બાઇક લઇને દોડતા હતા છતાંયે તેમને સ્ટાફની સમસ્યા નડી હતી. કારણ કે ગ્રાહકોનો વેઇટીંગ ટાઇમ ઘણો વધી ગયો હતો.સ

મૂળ તો દેશનાં મુંબઇ તથા દિલ્હી સહિતનાં મહાનગરોમાં અને રાજ્યોનાં પાટનગરોમાં કોવિડ-19ના કેસોમાં થઇ રહેલા વધારાના કારણે સરકારે જાહેર કરેલા નિયંત્રણોના કારને લોકએ ઘેર બેસીને પાર્ટીઓ કરવાનું પસંદ કરતા ઓનલાઇન ઓર્ડરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ઝોમેટોઐ એક રામાં 36000 બિરીયાની એટલે કે આશરે 12 ટન ચોખાની બિરીયાની એક રાતમાં ડિલીવરી કરી હતી. યાદ રહે કે કોરોનાનો ભય તો ગત વર્ષે પણ હતો છતાંયે ગત વર્ષે 13 લાખ અને 15 લાખ ઓર્ડર ડિલીવર કર્યા હતા.  કંપનીઓના અગાઉનાં વિક્રમ દર મિનિટે 4000 થી 5000 ઓર્ડરના હતા. ભારતમાં ઓનલાઇન ઓર્ડર આશરે એક કરોડ રહ્યા તો દુબઇમાં માંડ ભારતનાં દોઢ ટકા જેટલા એટલે કે આશરે 1.70 લાખ ઓર્ડર બુક થયા હતા.

ભારતમાં ગ્રાહકોનો સૌથી વધારે પ્રવાહ રાતે આઠ થી રાતે 11 વાગ્ય સુધી રહ્યો હતો. જેમાં ઘણીવાર નેટવર્ક જામ થઇ જતાં ઘણા ગ્રાહકોનાં ઓર્ડર બુક થઇ શક્યા નહોતા.  આ પીક અવર્સનાં ટાઇમમાં યુ.પી.આઇ નેટવર્કનો સફળતાનો આંક 70 ટકાથી ઘટીને 40 ટકા થઇ ગયો હતો. ઝોમેટો તથા સ્વીગીનાં ગ્રોસરી બુકીંગ વિભાગ ઉપર પણ વિશેષ ધસારો હતો. જેમાં ગ્રાહકોઐ નાચોઝ, સોડા, આઇસ પેક, લીંબુ, પોપકોર્ન ઉપરાંત કોન્ડોમના સૌથી વધારે ઓર્ડર કર્યા હતા.

લાંબા લોકડાઉન અને વધતા ગ્રાહકો વચ્ચે ઓનલાઇન ફુડ ચેઇન કંપનીઓએ 2021 માં ધૂમ વેપાર કર્યા છે. પણ 2022 નો સુર્યોદય તેમના ઉપર નવા બોજ સાથે આવી રહ્યો છે. આ કંપનીઓ ઓનલાઇન વેપારનાં નામે સરકારનાં કરવેરાના માળખામાંથી છટકી જતી હતી. પરંતુ હવે  સરકારે આ કંપનીઓને જી.એસ.ટી ના દાયરામાં મુકી દીધી છે. નવા વર્ષના પ્રારંભથી ઓનલાઇન કંપનીઓને દરેક ઓર્ડર ઉપર પાંચ ટકા ડિપોઝીટ ટેક્ષ રૂપે જી.એસ.ટી ભરવો પડશે. આ ઉપરાંત અત્યાર સુધી જી.ઐસ.ટીનાં જાળાી દૂર રહેલા રેસ્ટોરન્ટ પણ જ્યારે આ કંપનીઓ દ્વારા વેચાયેલા માલની ડિલીવરી આપશૈ ત્યારે તેમને પણ જી.એસ.ટી ભરવો પડશે. અ્ત્યાર સુધી જે રેસ્ટોરન્ટ જી.એસ.ટી માં રજીસ્ટર્ડ હતા તે જ જી.એસ.ટી ભરતા હતા હવે જી.એસ.ટી માં રજીસ્ટર્ડ ન થયા હોય તેવા રેસ્ટોરન્ટ પણ ઓનલાઇન કંપનીઓને ફુડ ડિલીવર કરશૈ ત્યારે તેમને પણ જી.એસ.ટી ચુકવવો પડશૈ. હવે કદાચ ઝોમેટો જેવા ઇ-કોમર્સ ઓપરેટરોને જે રાજ્યોમાં ડિલીવરીના કામ કરવા હોય તે તમામ રાજ્યોમાં જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરવાના આદેશ આપવામાં આવશે. જો કે આ નવી પ્રલાણીમાં નવી કંપનીઓને ઓડિટની સમસ્યા નડશે.

હવે જ્યારે નવા જી.એસ.ટી નિયમો લાગુ થયા છે ત્યારે ગ્રાહકોને રેસ્ટોરન્ટનાં ફુડ મોંઘા પડશે. જ્યારે આ કંપનીઓને પોતાના ધંધા ટકાવી રાખવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરવા પડશે. આમેય તે આ કંપનીઓ નુકસાન કરી રહી છે. ત્યારે આ નવા બોજ સામે તે કટલી ટકી શકશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.